Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

રૈયા વિસ્તારની યુવતિના બળાત્કાર કેસમાં આરોપીના આગોતરા જામીન રદ

રાજકોટ, તા. ર૧: અહીંના ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર આવેલ રૈયા ચોકડી વિસ્તારમાં રહેતી યુવતિનું અપહરણ કરી લઇ જઇને બળાત્કાર ગુજારવા અંગેની ફરીયાદના અનુસંધાને અત્રેની સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ આવેલ શિવ પાર્ક-પમાં રહેતા આરોપી પરેશ રમેશભાઇ ચુડાસમાએ સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન મેળવવા કરેલ આગોતરા જામીન અરજીને અધિક સેસન્સ જજશ્રી એમ.એમ. બાબીએ નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ફરીયાદી ભગ બનનાર જયારે સગીર હતી ત્યારે આરોપી પરેશ તેને ભગાડી ગયેલ અને બાદમાં કાગળો તેણીની સહી લઇને આપણા લગ્ન થઇ ગયેલ છે તેમ જણાવી આરોપીએ તેણી સાથે શારીરીક સંબંધ બાંધેલ હતો.

આરોપીએ અગાઉ લગ્ન કરેલ હોવાની હકીકત છુપાવી ભોગ બનનાર સાથે લગ્ન કરી લીધાનું જણાવી બળાત્કાર ગુજારતા તેણીએ પત્ની હોવાના દરજ્જે આરોપી પતિ સામે ફરીયાદ નોંધાવી હતી.

આ ફરીયાદના અનુસંધાને આરોપી પરેશ ચુડાસમાએ સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી.

આ અરજીના સંદર્ભે સરકારી વકીલ શ્રી ખીરાએ કરેલ રજુઆતને ધ્યાને લઇને એડી. સેશન્સ જજશ્રી બાબીએ આરોપીની આગોતરા જામીન અરજી રદ કરી હતી. આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. સમીર ખીરા રોકાયા હતાં જયારે મુળ ફરીયાદી વતી એડવોકેટ તરૂણ એસ. કોઠારી રોકાયા હતાં.

(4:08 pm IST)