Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

લોધીકામાં GIDCનું ક્ષેત્રફળ વધારી ૩૪૧ હેકટર કરાશેઃ જમીન માપણીની કામગીરી ચાલુઃ આજે મીટીંગ

રાજકોટ, તા.૨૧: રાજય સરકાર દ્વારા લોધીકા પાસે જીઆઈડીસીની જાહેરાત કરવામાં આવી છે. તે સંદર્ભે કલેકટરશ્રી વિક્રાંત પાંડેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવેલ કે લોધીકા જીઆઈડીસીનું હાલ ક્ષેત્રફળ ૧૧૬ હેકટર છે. જે વધારીને ૩૪૧ હેકટર કરવામાં આવશે.

આ અંગે કલેકટર તંત્ર અને જીઆઈડીસીના અધીકારીઓની મીટીંગ પણ આજે યોજાનાર હોવાનું પણ કલેકટરે જણાવ્યું હતુ.

આ અંગે હાલ જમીન માપણીનું કામ ચાલુ છે. આ ઉપરાંત ગોચરની જમીન તથા સરકાર હસ્તકની જમીન અંગે પણ માપણી કરવામાં આવનાર છે. આ ઉપરાંત વાઈબ્રન્ટ સમીટમાં જે કંપનીઓ દ્વારા MOU કરવામાંં આવ્યા છે તે પણ લોધીકા જીઆઈડીસીમાં આવશે.

આજની કલેકટર તંત્ર અને જીઆઈડીસી વચ્ચેની બેઠકમાં મુખ્ય ચર્ચા જમીનના ભાવ અંગે થશે. જેમાં કલેકટર દ્વારા બજારભાવે જયારે વેપારીઓ દ્વારા જંત્રી ભાવ થી ખરીદવા માંગણી કરવામાં આવેલ. આ અંગેના અંતિમ નિર્ણય રાજય સરકાર કરશે તેમ વધુમાં જણાવાયું છે.

લોધીકા જીઆઈડીસી સૌરાષ્ટ્રમાં ત્રીજા નંબરની સૌથી મોટી જીઆઈડીસી તરીકે આકાર પામશે. જામનગરના દરેડ ખાતે આવેલ જીઆઈડીસી સૌથી મોટી છે જયારે શાપર જીઆઈડીસી બીજા ક્રમાકે છે.

(3:57 pm IST)
  • અફઘાનીસ્તાનના પાટનગર કાબુલમાં યુનિર્વસીટી નજીક કાર બોંબ બ્લાસ્ટઃ ૨૬ના મોત : અફઘાનિસ્તાના કાબુલમાં આત્માઘાતી કાર બોંબ બ્લાસ્ટમાં ૨૫ના મોત, ૧૮ ઈજાગ્રસ્તઃ કાબુલ યુનિ. અને અલી અબાદ હોસ્પિટલ પાસે થયો બ્લાસ્ટઃ નવુ વર્ષની થઈ રહી હતીઃ ઉજવણી access_time 4:47 pm IST

  • લંગર ઉપર GST નહી લેવાયઃ પંજાબ સરકારનો મોટો નિર્ણય access_time 3:43 pm IST

  • મનમર્જીયા ફિલ્મના ૨ ફોટા સોશ્યલ મીડીયા ઉપર મૂકાયા : અનુરાગ કશ્યપની ફિલ્મ 'મનમર્જીયા'ની અભિનેત્રી તાપસી પન્નુએ ૨ ફોટા સોશિયલ મિડીયા ઉપર શેર કર્યા : એકમાં પોતે વિકી કૌશલના ખભે બેસવાનો આનંદ વ્યકત કરતી તથા બીજામાં અભિષેક પાઘડી પહેરેલો દર્શાવ્યો access_time 3:42 pm IST