Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ભારતીય સેના અને રાજકોટ પોલીસના પરિવારજનો માટે રકતદાન કેમ્પઃ ર૦૪ બોટલ રકત એકત્ર

રાજકોટ, તા. ૧૧ : શ્રી ખોડલધામ ટ્રસ્ટનાં સ્વપ્નદ્રષ્ટા અને રાજકોટનાં અગ્રણી ઉદ્યોગપતિ નરેશભાઈ પટેલની સંસ્થા ઙ્કસધ્જયોતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારાનરેશભાઈ પટેલનાં પુત્ર શિવરાજભાઇ પટેલ તથા તેની ટીમ તથા આત્મીય કોલેજ-રાજકોટ દ્વારા  આત્મીય ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનો.,કાલાવડ રોડ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

રકતદાન કેમ્પમાં કુલ ૨૦૪ બોટલ રકત એકત્ર થયું હતું. કોલેજનાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનો રકતદાન કરવા પ્રત્યેનો ભરપુર ઉત્સાહ જોવા મળ્યો હતો.આ સમગ્ર આયોજન શ્રી ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઈ પટેલનાં પુત્ર શિવરાજ પટેલનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધતા શિવરાજ પટેલે જણાવ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં યુવાનો રકતદાન કરવા માટે એકત્ર થાય તે ખરેખર ખુબ સુંદર ગણાય. ઉપરાંત શિવરાજ પટેલે તેમ પણ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ભારતીય સેના કે રાજકોટ પોલીસનાં કોઈપણ જવાનનાં પરિવારનેઙ્ગ શિક્ષણ કે આરોગ્યનાં પ્રશ્નને લઈને કોઈ મુશ્કેલી હશે તો આપણું ઙ્કસધ્જયોતા ચેરીટેબલ ટ્રસ્ટઙ્ખ હંમેશા સહાયની જયોત જલાવવા માટે અગ્રેસર રહેશે.

રકતદાન કેમ્પમાં આત્મીય કોલેજના કેમ્પસ ડીરેકટર ડો.જે.વી. શાહ, પ્રિન્સિપાલ આચાર્ય તથા રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા ભ્લ્ પાદરીયા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રકતદાન કેમ્પને સફળ બનાવવા માટે ઈલે. ડીપાર્ટમેન્ટનાં પ્રો.પંડ્યા તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

(3:56 pm IST)
  • અફઘાનીસ્તાનના પાટનગર કાબુલમાં યુનિર્વસીટી નજીક કાર બોંબ બ્લાસ્ટઃ ૨૬ના મોત : અફઘાનિસ્તાના કાબુલમાં આત્માઘાતી કાર બોંબ બ્લાસ્ટમાં ૨૫ના મોત, ૧૮ ઈજાગ્રસ્તઃ કાબુલ યુનિ. અને અલી અબાદ હોસ્પિટલ પાસે થયો બ્લાસ્ટઃ નવુ વર્ષની થઈ રહી હતીઃ ઉજવણી access_time 4:47 pm IST

  • ભરતસિંહ સોલંકીએ અમેરિકાનો પ્રવાસ રદ્દ કર્યો : કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાનો અમેરિકાનો પ્રવાસ રદ્દ કરી નાખ્યો છેઃ તાજેતરમાં તેમના રાજીનામાની જોરદાર અફવાઓ ઉઠી હતીઃ બાદમાં ભરતસિંહે રાજીનામું આપ્યું નહિ હોવાનું જણાવેલ access_time 12:53 pm IST

  • દિલ્હી : દ્વારકાની ઈપીએફ ઓફીસમાં બનાવટી ખાતા કૌભાંડ : કરોડો જમા કરાવ્યા : નવી દિલ્હી : કૌભાંડોની હારમાળામાં વધુ એક કૌભાંડ ઉમેરાયુ : દિલ્હીના દ્વારકા ખાતેની ઈપીએફ ઓફીસમાં ૪ કરોડ રૂપિયા બનાવટી ખાતાઓમાં જમા કરાયાની એફઆઈઆર નોંધાવાઈ : ૧ કર્મચારીની ધરપકડ થઈ access_time 3:41 pm IST