Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

સર્વોત્તમ હવેલીમાં કાલથી પુષ્ટી સત્સંગ

કણસાગરા પરિવાર અને સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા

રાજકોટ તા. ર૧: સૌરાષ્ટ્રને પ્રથમ વોટર પાર્કની ભેંટ આપનાર કિષ્ના પાર્ક ગ્રુપનાં હરીભાઇ કણસાગરા તથા સુરેશભાઇ કણસાગરા દ્વારા ભગવાનશ્રી કૃષ્ણ તેમજ આદ્ય ગુરૂ અખંડમુંડલાચાર્ય જગદ્દગુરૂ શ્રીમદ વલ્લભભાચાર્ય (શ્રી મહાપ્રભુજી) ની પૂર્ણ અનુકંપાથી રામ નવમીનાં પાવન પર્વ તેમજ સર્વોત્તમ સેવા સંસ્થાન (એસથ્રી) નાં સ્થાપન દિન ઉપક્રમે તા. ર૩માં શુક્રવારથી તા. રપના રવિવાર સુધી શ્રી સર્વોત્તમ હવેલી, ૬/૮ અંબાજી કડવા પ્લોટ, પીડીએમ કોલેજ પાસે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે પૂ. ગોસ્વામી શ્રી વલ્લભલાલજી મહારાજશ્રીનાં આશિર્વાદથી ગોસ્વામીશ્રી ગોપેશકુમારજી મહોદયશ્રીની સર્વાધ્યક્ષતામાં એવં ગોસ્વામી શ્રી પરાગકુમારજી મહોદયજી મહોદયજીની અધ્યક્ષતામાં પુષ્ટી સત્સંગનું આયોજન કરવામાં આવેલ છે.

દરરોજ બપોરે ૩-૩૦ થી ૬-૩૦ કથા રસ પાન, તા. ર૩નાં રાત્રે ૯ કલાકે મહારાસ, તા. ર૪નાં રાત્રે ૯ કલાકે ગુજરાત રાજયનાં એવોર્ડ વિજેતા કલાકારોથી સુસજિજત વૈષ્ણવ ધર્મનું પ્રચાર કરતું એક યાદગાર અને માણવાલાયક કૃષ્ણ લીલા નાટીકા રજુ કરવામાં આવશે. તા. રપનાં રાત્રે ૯ કલાકે પ્રગટ ભર્યો શ્રીનાથજીનું સુંદર આયોજન પણ રાખવામાં આવેલ છે. સમગ્ર કાર્યક્રમમાં સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ પરિવારને પધારવા ક્રિષ્ના પાર્ક ગ્રુપનાં હરીભાઇ કણસાગરા તથા સુરેશભાઇ કણસાગરા તથા સર્વોત્તમ સેવા સંસ્થાન (એસ થ્રી)નાં સર્વે કાર્યકર્તાઓ દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

(3:55 pm IST)