Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ભુપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરે રવિવારે પ્રાગટયોત્સવની ધામધૂમ

બપોરે રામજન્મ અને રાત્રે સ્વામિનારાયણ પ્રાગટય મનાવાશે

રાજકોટ તા. ર૧: શ્રીરામનવમી તથા શ્રી સ્વામિનારાયણ જયંતિ નિમિતે તા. રપના રવિવારે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડ ખાતે મહંત સ્વામી પૂ. હરિવલ્લભદાસજી દ્વારા વિવિધ ઉત્સવોનું આયોજન કરવામાં આવેલ છે.

શ્રીરામનવમી નિમિતે સવારે પ-૩૦ કલાકે મંગળા આરતી બાદ ૬ થી ૭-૧પ મંગલકારી મહાપૂજા, ૭-૧પ કલાકે શણગાર આરતી, ત્યારબાદ શ્રી સ્વામીનારાયણ જયંતિના ઉપલક્ષમાં શ્રી મંદિરના દરેક શિખરે નૂતન ધજાઓ ચડાવવામાં આવશે. ૮-૩૦ થી ૯-૩૦ અંતર્ગત શ્રીધજાજીનું પૂજન કરી ધામધૂમથી કીર્તન ધૂન સાથે નૂતન ધજાઓનું આરોહણ થશે. ૧૧-૧પ કલાકે રાજભોગ આરતીબાદ શ્રીરામચંદ્ર ભગવાનનો પ્રાગટયનો ઉત્સવ શ્રી દેવ ઉત્સવ મંડળ દ્વારા કરવામાં આવશે.

બપોરે ૧ર કલાકે શ્રીરામચંદ્ર ભગવાનના પ્રાગટયની મહાઆરતી સાથે શ્રી રામચંદ્ર ભગવાનના પ્રાગટયની મહાઆરતી સાથે શ્રી રામચંદ્ર ભગવાનના પ્રાગટયના દિવ્ય દર્શન થશે. બપોર પછી ૪ કલાકે શ્રી ઠાકોરજીના ઉત્થાપનના દર્શન, સાંજે ૭ કલાકે સંધ્યા આરતી બાદ રાત્રીના ૮-૩૦ કલાકે શયન આરતીના દર્શનનો લાભ ભાવિકોને મળશે. રાત્રે ૮-૩૦ થી ૧૦-૩૦ શ્રી દેવ ઉત્સવ મંડળ દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટય ઉત્સવ ધામધૂમથી ઉજવાશે. રાત્રે ૧૦-૧૦ કલાકે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન થતાં જ પ્રાગટયની મહા આરતી થશે.

સમગ્ર ઉત્સવ દરમ્યાન મહંતસ્વામી હરિવલ્લભદાસજી, શા. સ્વામી કૃષ્ણ વલ્લભદાસજી, તથા સ્વામી અક્ષર વલ્લભદાસજી, શા. સ્વામી કૃષ્ણવલ્લભદાસજી, તથા સ્વામી અક્ષર વલ્લભદાસજી ઉપસ્થિત રહેશે. ઉપસ્થિત ભાવિક જનમેદનીને ઉત્સવને અંતે પાંચ પ્રકારનો જન્મોત્સવનો પ્રસાદ પ્રાપ્ત થશે. સર્વે ભાવિક ધાર્મિક જનસમુદાયને ઉત્સવનો લાભ લેવા પધારવા કોઠારી સ્વામીએ અનુરોધ કરેલ છે.

(3:55 pm IST)
  • સલમાન ખાનની સાથે વીરગતિ ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રી પૂજા ડડવાલ હાલ ટીબીની બિમારી સામે જજૂમી રહી છે. માહિતી મળી છે કે, તેમના પરિવારે પણ તેનો સાથ છોડી દીધો છે. આપને જણાવી દઈએ કે પૂજાએ એક વિડીયો દ્વારા સહિયોગની અપીલ કરી હતી. ત્યારે ભોજપૂરી સ્ટાર રવિ કિશને તેના મિત્ર દ્વારા રૂપિયા અને ફળો હોસ્પિટલમાં મોકલ્યા હતા access_time 2:11 am IST

  • મનમર્જીયા ફિલ્મના ૨ ફોટા સોશ્યલ મીડીયા ઉપર મૂકાયા : અનુરાગ કશ્યપની ફિલ્મ 'મનમર્જીયા'ની અભિનેત્રી તાપસી પન્નુએ ૨ ફોટા સોશિયલ મિડીયા ઉપર શેર કર્યા : એકમાં પોતે વિકી કૌશલના ખભે બેસવાનો આનંદ વ્યકત કરતી તથા બીજામાં અભિષેક પાઘડી પહેરેલો દર્શાવ્યો access_time 3:42 pm IST

  • ભારતરત્ન બિસ્મીલ્લાખાનની આજે ૧૦૨મી જન્મજયંતિ : ભારત રત્ન એવોર્ડ વિજેતા શરણાઈ વાદક ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનની આજરોજ ૧૦૨મી જન્મજયંતિ છે : આ નિમિતે ગુગલે ડુગલ ઉપર તુમનો ફોટો મૂકયો છે access_time 3:41 pm IST