Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

૮૦ ફુટ રોડ પર ગીતાબેનના ખભેથી પર્સની ચિલઝડપઃ એકટીવા પરથી ફંગોળાઇ ગયા

હોસ્પિટલમાં નોકરી કરતાં કોળી મહિલા છુટીને ઘરે જતા'તા ત્યારે બાઇક પર આવેલા બે શખ્સો પર્સ ખેંચી ગયા : પર્સમાં ૨ હજારની રોકડ, ૧૮ હજારનો ફોન, ત્રણ એટીએમ, લાયસન્સ હતાં

રાજકોટ તા. ૨૧: બેફામ બનેલા ગુનેગારોએ વધુ એક પરાક્રમ દાખવ્યું છે. એંસી ફુટ રોડ પર ફિલ્ડ માર્શલ નજીક એકટીવા હંકારીને જઇ રહેલા કોળી મહિલાના ખભેથી બાઇક સ્વાર બે શખ્સો પર્સ ખેંચી ગયા છે. અચાનક ઝોંટ લાગતાં આ મહિલા એકટીવા પરથી ફંગોળાઇ જતાં ઇજા થતાં હોસ્પિટલના બિછાને પહોંચ્યા છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જાણવા મળ્યા મુજબ આજીડેમ ચોકડી પાસે તુલસી પાર્ક-૧માં રહેતાં ગીતાબેન છગનભાઇ માલકીયા (ઉ.૩૫) નામના કોળી મહિલા વિદ્યાનગર મેઇન રોડ પર ડો. નૈમિષ ત્રિવેદીની હોસ્પિટલમાં રિસેપ્સનીસ્ટ તરીકે નોકરી કરતાં હોઇ ગત સાંજે સાડા આઠેક વાગ્યે નોકરી પુરી કરી પોતાનું એકટીવા હંકારી ઘરે જવા નીકળ્યા ત્યારે ૮૦ ફુટ રોડ પર પોણા નવેક વાગ્યે પહોંચ્યા તે વખતે પાછળથી બાઇક પર આશરે ૨૦-૨૨ વર્ષના બે શખ્સ આવ્યા હતાં અને ગીતાબેનના ખભે ટીંગાડેલા પર્સને ખેંચી લીધુ હતું.

અચાનક ઝોંટ લાગતાં ગીતાબેને બેલેન્સ ગુમાવતાં એકટીવા સહિત ફંગોળાઇ ગયા હતાં. દેકારો મચી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં. પરંતુ એ પહેલા બંને લૂંટારા ભાગી ગયા હતાં. ગીતાબેનને કપાળ, શરીરે મુંઢ ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ થોરાળા પોલીસને જાણ કરી હતી.

પી.એસ.આઇ. જી.જે. ચોૈધરીએ ગીતાબેનની ફરિયાદ પરથી બે શખ્સો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.

(11:21 am IST)
  • લાલુ પ્રસાદની તબિયતમાં સુધારો નહિ દર્શાતા તેમને રિમ્સ હોસ્પિટલમાં લઇ ગયા access_time 4:24 pm IST

  • રાજસ્થાનના પાલીમાં ગણગૌર પુજન માટે લાખોટીયા તળાવ સ્થિત સિરેઘાટ ઉપર બેડા લઈને પાણી ભરવા આવેલ મહીલાઓ તસવીરમાં દર્શાય છે. access_time 3:43 pm IST

  • રાજકોટમાં પવનની ઝડપમાં વધારો : ગરમીમાં ઘટાડો :બપોરે ૧:૩૦ વાગ્યાની આસપાસ ૨૪ કિ.મી.ની ઝડપે અને એવરેજ ૧૬ કિ.મી.ની ગતિએ પવન ફૂંકાઈ રહ્યા છે : ૩૩.૬ ડિગ્રી તાપમાન : ગરમીમાં ઘટાડો થતા આંશિક રાહત access_time 4:23 pm IST