Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

કાર્પેટના નામે ઉઘરાણી : મેયરને રજૂઆત

લેભાગુઓથી બચવા ડો. જૈમન ઉપાધ્યાયની અપીલ

રાજકોટ, તા. ર૦ : રાજકોટ મહાનગર પાલિકા દ્વારા નવા નાણાકીય વર્ષની મિલકત વેરા આકરણીની પરંપરાગત પધ્ધતિના સ્થાને નવી કાર્પેટ એરીયા બેઇઝડ વેરા આકરણી અમલમાં આવી રહી છે ત્યારે કોઇ લેભાગુઓ દ્વારા કાર્પેટના નામે ઉઘરાણા શરૂ કર્યાનું મેયર ડો. જૈમન ઉપાધ્યાયને ટેલીફોનીક ફરીયાદ કરવામાં આવી હતી.અ ા અંગે મેયરે લેભાગુઓથી બચવા અપીલ કરવામાં આવી છે. કોઇએ આવી વાતમાં ભરમાવું નહીં તેમ જણાવ્યું હતું.

મેયરે જણાવ્યું હતું કે આજે સવારે વોર્ડ નં. ૧ ૪ના પટેલનગર વિસ્તારમાં કાર્પેટ એરિયા પધ્ધતિના નામે ઉઘરાણા થતા હોવાની ફરીયાદ ટેલીકોનીક કરવામાં આવી હતી. આ અંગે તપાસ કરતા તંત્ર દ્વારા આવી કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી તેમ જણાવ્યું હતું.

મેયરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કાર્પેટના નામે ઉઘરાણી થતી હોઇ તો તંત્રને જાણ કરવા જણાવ્યું છે અને આવા લેભાગુઓથી બચવા અપીલ કરવામાં આવી છે. (૯.૧પ)

(3:53 pm IST)