Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

રાજકોટમાં 2015 ની ચૂંટણીમાં 49.53 ટકા મતદાન થયું હતું : જેની સરખામણીએ આ વખતે 1.12 ટકા મતદાન વધ્યુ

વોર્ડ નં.15માં સૌથી વધુ 58.18 ટકા , જ્યારે વોર્ડ નં.1માં સૌથી ઓછું 45.16 ટકા મતદાન

 રાજકોટ: મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે . જેમાં ગત ચૂંટણી કરતાં 1.12 ટકા વધુ મતદાન થયું હતું . એટલે કે કુલ મતદાન 50.65 ટકા થયું છે . 2015 ની ચૂંટણીમાં 49.53 ટકા મતદાન થયું હતું . શહેરમાં ગોમતીપુરમાં સૌથી વધુ 47.33 ટકા મતદાન થયું હતું .
અત્રે નોંધનીય છે કે ગત 2015માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 15 માં સૌથી વધુ મતદાન થયું હતું . આ વર્ષે પણ વોર્ડ નંબર 15 માં સૌથી વધુ મતદાન થયું છે.

(8:57 pm IST)