Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

રાજકોટના રાજા માંધાતાસિંહ અને મહારાણી કાદમ્બરીદેવીએ વિન્ટેજ કારમાં આવી શાહી મતદાન કર્યુ : આ દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા

મતદાન કર્યા બાદ આ વિન્ટેજ કાર બંધ પડતા તેઓએ પરિવાર સાથે બીજી કારમાં ગયા

રાજકોટ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે રાજકોટ મનપાની ચૂંટણીમાં મતદાન થઇ રહ્યું છે . ત્યારે રાજકોટના રાજા માંધાતાસિંહ અને મહારાણી કાદમ્બરીદેવી દિલ્હીની રેલીમાં પ્રથમ આવેલી 7 સીટર સુપર 8 સિલિન્ડર વિન્ટેજ કારમાં આવી શાહી મતદાન કર્યુ હતું . આ દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા . જો કે , મતદાન કર્યા બાદ આ વિન્ટેજ કાર બંધ પડતા તેઓએ પરિવાર સાથે બીજી કારમાં જવું પડ્યું હતું . 

માંધાતાસિંહે જણાવ્યું હતું કે , વડાપ્રધાને આપણા દેશને મોટી સિદ્ધિ અપાવી છે . તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાલ હોસ્પિટલના બિછાનેથી ગુજરાતની ચિંતા કરી રહ્યાં છે . આપણી ફરજ છે કે આજે આપણે અવશ્ય મતદાન કરીએ અને લોકશાહીના પર્વને ઉજવીએ.(તસ્વીર : પ્રિન્સ બગથરીયા)

(11:41 am IST)
  • વિજયભાઇનો રિપોર્ટ નેગેટીવ : ગાંધીનગરમાં હોમકવોન્ટાઇન રહેશે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો રિપોર્ટ નેગેટીવ : રાજકોટમાં સાંજે મતદાન કરી ગાંધીનગર રવાના થશેઃ જયાં તેઓ હોમકવોરેન્ટાઇન રહેશે access_time 2:08 pm IST

  • ગુજરાતની છ મહાનગરપાલીકામાં સૌથી વધુ મતદાન જામનગર ૩૮.૭પ ટકા મતદાન નોંધાયુ જયારે સૌથી ઓછું મતદાન ર૮ ટકા અમદાવાદમાં નોંધાયું : જયારે વડોદરામાં ૩૪ ટકા : સુરતમાં ૩૪ ટકા, ભાવનગરમાં ૩૩ ટકા અને રાજકોટમાં ૩૧ ટકા મતદાન નોંધાયાનું સાંજે ૪ વાગ્યા સુધીની યાદીમાં જણાવાયું છે access_time 4:16 pm IST

  • બિહારના શ્રી રામ જાનકી મઠમાંથી અઢી કરોડ રૂપિયાની કિંમતની પ્રાચીન મૂર્તિઓની ચોરી : મઠનું તાળું તોડી ઉઠાવગીરો 100 જૂની પ્રાચીન મૂર્તિઓ ગર્ભગૃહમાંથી ઉપાડી ગયા : પોલીસ તપાસ ચાલુ access_time 12:38 pm IST