Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

સૌ સાથે મળી સ્વસ્થ ભારત નિર્માણ માટે કટીબધ્ધ થઇએઃ ડી.ડી.ઓ નેહાકુમારી

રાજકોટઃ મહીસાગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની કડી સમાન આશા બહેનોના પ્રોત્સાહન માટે આશા સંમેલન અને આશા એવોર્ડ વિતરણ કાર્યક્રમ લુણાવાડા રાજપૂત સમાજ હોલ ખાતે મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન ખાંટ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહાકુમારી સહિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહાકુમારીએ જણાવેલ કે કુપોષિતથી મુકિત માટે ત્રિવેણી આંગણવાડી કાર્યકર, એ.એન.એમ અને આશા મહત્વની કડી છે. સૌએ સાથે મળીને સ્વસ્થ ભારતના નિર્માણ કટિબદ્ધ બનાવાની જરૂરિયાત પર ભારત મુકયો હતો.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સ્વપ્નિલ શાહે આ સંમેલનમાં સૌને આવકાર્યા હતા.

(4:12 pm IST)