Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

શિવજીના આઠ નામ મંત્રોથી પૂજા કરવીઃ કમળ-ગુલાબના પુષ્પો ચડાવવા

પ્રકૃતિસ્તવંચ સર્વસ્ય ગુણત્રય વિભાવીની કાલરાત્રિ, મહારાત્રિ મોહરાત્રિ ચ દારૂણા

હિન્દુ સનાતન ધર્મમાં મુખ્યત્વે ચાર રાત્રીઓનુ વિશેષ મહત્વ છે. તેમાં પ્રથમ કાળી ચૌદશ (કાલરાત્રી), બીજી જન્માષ્ટમી (મોહ રાત્રી), ત્રીજી હોળી (દારૂણ રાત્રી) અને ચોથી મહા શિવરાત્રી (મહારાત્રી) મહાશિવરાત્રીએ મહારાત્રી કહેવાય છે. કારણ કે મહાદેવની રાત્રી છે. સુર્યાસ્તથી બીજા દિવસના સુર્યોદય સુધી (આખી રાત્રી)ના ચાર ભાગને ચાર પ્રહર કહેવાય.

પ્રથમ પ્રહરમાં : શિવજીના આઠ નામ મંત્રો વડે પૂજા કરવી. કમળ અને લાલ કરેણના પુષ્પો ચઢાવી પંચામૃત વડે અભિષેક કરી પૂજન કરવુ. ઓમ નમઃ શિવાય પંચાક્ષર મહામંત્રનો સતત જાપ કરતા રહેવુ.

બીજા પ્રહરમાં : બિલીપત્રો તથા ધતુરાના ફૂલો વડે શિવજીના ૧૦૮ અથવા ૧૦૦૦ નામથી પૂજા કરવી. શેરડીનો રસ અથવા મધથી અભિષેક કરવો.

ત્રીજા પ્રહરમાં : આંકડાના પુષ્પો તથા શમી વૃક્ષના પાંદડા વડે, ગુગળનો ધૂપ વગેરેથી પૂજન કરવુ. કાચા દૂધ, ગાયના દૂધનો અભિષેક કરવો.

ચોથા પ્રહરમાં : સપ્ત ધાન્ય, શંઆવલીના પુષ્પ, સફેદ ફૂલો, બિલીપત્રથી પૂજન કરવુ. ગંગાજળનો અભિષેક કરવો.

ચારે પ્રહરમાં અલગ અલગ પુષ્પ, નૈવેદ્ય તથા અભિષેક માટેનું દ્રવ્ય લેવુ.

રાત્રે ચાર પ્રહરોનો સમય : પહેલો પ્રહર ૧૮:૪૫ થી, બીજો પ્રહર ૨૧:૪૫ થી, ત્રીજો પ્રહર ૨૪:૫૩થી, ચોથો પ્રહર ૨૭:૫૫ થી.

કયા કયા દ્રવ્યોથી અભિષેક કરશો : ૧) ભાંગ મિશ્રીત દૂધ : અસ્થિરતા દૂર કરવા, સ્થિર જીવન માટે (ર) નાળીયેરનું પાણી : નેગેટીવ એનર્જી દૂર કરવા માટે તથા રાહુની કૃપા મેળવવા માટે (૩) સરસવનું તેલ (કાળા શિવલીંગ ઉપર જ) શત્રુ નાશ તથા શનિ કૃપા મેળવવા (૪) ગંગાજળ : પુત્ર પ્રાપ્તિ માટે (પ) શેરડીનો રસ : સુખ, શાંતી, સમૃધ્ધિ માટે તથા ચંદ્રની કૃપા મેળવવા (૬) કાચુ દૂધ (સ્ફટીકના શિવલીંગ ઉપર વધારે ઉતમ) લક્ષ્મી પ્રાપ્તી માટે (૭) ગાયનું ઘી : આયુષ્યમાં વૃધ્ધિ અને તંદુરસ્તી માટે (૮) દાડમનું જયુશ : કેતુની કૃપા મેળવવા, સંતાન પ્રાપ્તિ માટે (૯) મધ : મકાન પ્રાપ્તિ નોકરી મેળવવા માટે (૧૦) પંચામૃત : દાન, વૈભવ અને શુક્રની કૃપા મેળવવા (૧૧) ચંદનવારૂ પાણી : માનસિક શાંતી માટે (૧૨) ગાયનું દૂધ : રોગ નાશ માટે (૧૩) દ્રાક્ષનું જયુશ : સુર્યની કૃપા મેળવવા (૧૪) સોપારીનુ ઉકાળેલુ ઠંડુ પાણી : મંગળદોષ દૂર કરવા (૧૫) નારંગીનુ જયુશ : બુધની કૃપા મેળવવા (૧૬) કેસરવારૂ દૂધ : ગુરૂની કૃપા મેળવવા. ૧) શિવરાત્રીના દિવસે શિવ મંદિર ઉપર ધજા ચઢાવવાથી કિર્તી યશની પ્રાપ્તિ થશે. (ર) મહાશિવરાત્રીએ ચાંદીના નાગ નાગણનું જોડુ અર્પણ કરવાથી કાળ સર્પ દોષના અશુભ પ્રભાવમાં રાહત રહેશે. (૩) શિવજીના સામે બેસીને વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત બોલવાથી ખૂબ જ ઉતમ ફળ મળે છે (૪) શિવલીંગ ઉપર વાસુકીપત્રને અર્પણ કરવાથી અખંડ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. (૫) ભગવાન શિવજીને ધતૂરાનુ ફુલ, નિલકમલ, શમીવૃક્ષનું ફળ, શમી વૃક્ષનું પાંદડુ, કરેણનું ફૂલ, આંકડાનુ ફૂલ, કમળ, ચમેલી, બોરસલી મોગરા, કેસુડાનું ફૂલ વિશેષ પ્રિય છે.

વિજયભાઈ વ્યાસ

શાસ્ત્રી (જસદણવાળા)

મો. ૦૯૪૨૬૨ ૮૯૦૩૫

(4:11 pm IST)