Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

દોઢસો ફુટ રોડ સીનર્જી હોસ્પિટલ પાસે ખુલ્લી જગ્યામાંથી અજાણ્યા યુવાનની લાશ મળીઃ જનાવરે મોઢૂ ફાડી ખાધુ

રખડતુ ભટકતુ જીવન જીવતો યુવાન હોવાની પોલીસને પ્રાથમીક માહિતીઃ મૃત્યુનુ કારણ જાણવા ફોરેન્સીક પીએમ

રાજકોટ તા.ર૧: શહેરના દોઢસોફુટ રોડ પર સીનર્જી હોસ્પિટલની બાજુમાં આવેલા ખુલ્લી જગ્યામાંથી એક અજાણ્યા યુવાનની કોઇ જનાવરે મોઢૂ ફાડી ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથધરી છે.

મળતી વિગત મુજબ દોઢસો ફુટ રીંગ રોડ પર સીનર્જી હોસ્પિટલની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં એક વ્યકિત કચરો વિણવા આવ્યો હતો. ત્યારે ત્યાં એક ૪૦ થી ૪પ વર્ષનો અજાણ્યો યુવાનની મોઢાના ભાગે કોઇ જનાવરે ફાડી ખાધેલ હાલતમાં લાશ જોતા તેણે તાકીદે પ્લોટ પાસે એક ચાની હોટલના માલીકને જાણ કરતા તેણે તાકીદે પોલીસ ઇન્ચાર્જે જાણ કરતા ગાંધીગ્રામ પોલીસમથકના હેડ કોન્સ. ખોડુભા તથા રાઇટર કૃષ્ણસિંહએ તાકીદે સ્થળ પર પહોંચી તપાસ હાથધરી હતી મૃતક અજાણ્યો યુવાન પાતળાબાંધાનો કાળા-સફેદ વાળ, સફેદ દાઢી તેણે સફેદ ચેકસ વાળો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. અને તેના મોઢાના ભાગે કોઇ જનાવરે ફાડી ખાધેલ હોઇ તેવી ઇજા જોવા મળી હતી. બાદ પોલીસે આજુ બાજુ તપાસ કરતા મજુર જેવો દેખાતો અજાણ્યો યુવાન ગઇકાલે સવારે તે ખુલ્લી જગ્યા પાસે આવેલી હોટલે ચા પીધી હતી.  અને ત્યાં આસપાસના વિસ્તારમાં રખડતુ ભટકતુ જીવનગાળતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું બાદ પોલીસે આ અજાણ્યા યુવાનના મોત પાછળનું ચોકકસ કારણ જાણવા માટે તેની લાશને ફોરેન્સીક પોસ્ટમોર્ટસ માટે સિવિલ હોસ્પીટલમા ખસેડી છેઅને તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે જો કોઇ આયુવાનના સગા સંબંધી હોયતો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ફોન નં. ૦ર૮૧ -રપ૮૮૦૮પ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.(૬.૨૫)

રાજકોટ તા. ર૧: ગાંધીગ્રામ ધરમનગર આવાસ યોજના કવાર્ટર પાસે સામુ જોવા બાબતે રાવળદેવ યુવાનને ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ ગાંધીગ્રામ ધરમનગર ઇન્દીરાનગરના મફતીયાપરા શેરી નં. ૧૮ ની પાછળ રહેતો યશ પરેશભાઇ ડાભી (ઉ.વ. ૧૮) કેટરર્સમાં કામ કરે છે. ગઇકાલે તે ધરમનગર આવાસ યોજના કવાર્ટર પાસે આવેલ ડીલક્ષ પાનની કેબીને પાન ખાવા ગયો હતો. ત્યારે ત્યાં દુકાન પાસે લક્ષ્મણ અને કવો ઉભા હતા અને પોતે મિત્ર દેવાંગ મુલ્યાણા સાથે વાત કરતો હતો તેવામાં લક્ષ્મણે તેની પાસે આવીને કહેલ કે, 'કાલ રાત્રે મારી સામે શું કામ જોતો હતો' તેમ કહી ગાળો આપી ઉશ્કેરાઇને છરી કાઢી મોઢામાં હોઠના ભાગે મારી દીધી હતી અને કવાએ લોખંડના પાઇપ માથાના પાછળના ભાગેથી ફટકારી ઇજા કરી હતી અને મિત્ર દેવાંગને પણ ઢીકા-પાટુનો માર મારી ભાગી ગયા હતા. બાદ બંનેને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના એચ. એન. રાયજાદાએ યશ ડાભીની ફરિયાદ પરથી લક્ષ્મણ, કવો અને લક્ષ્મણના બનેવી વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(4:09 pm IST)