Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

કૈલાશધારા સોસાયટીમાં ડામર રી-કાર્પેટ

 વોર્ડ નં. ૧૦ માં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગ્રાન્ટમાંથી વોર્ડમાં વિકાસકાર્યોની વણઝાર અવિરત ચાલુ છે. તે અંતર્ગત સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઇન રોડ પર આવેલ કૈલાશધારા સોસાયટીના રોડનું ડામર રી-કાર્પેટનું શ્રીમતી અંજલીબેન રૂપાણીના હસ્તે ખાતમુહુર્ત કરાયું હતું. આ પ્રસંગે કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પ્રભારી માધવભાઇ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી પરેશભાઇ તન્ના, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, શહેર ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, મહિલા મોરચાના પ્રમુખ મનીષાબેન શેઠ, ભાજપના કાર્યકરો હેમંતસિંહ ડોડીયા, મહેન્દ્રસિંહ ચુડાસમા, ભરતસિંહ જાડેજા, કાનાભાઇ ચૌહાણ, કિરણબેન શાહ, વિજયભાઇ પાડલિયા, અજયસિંહ વાઘેલા, નલીનભાઇ કોટેચા, કૈલાશધારા સોસાયટીના પુરણભાઇ વસાવડા, સુનિલ એમ. શાહ, જયેશભાઇ વસાણી, મેહાબેન, શોભનાબેન રાઠોડ, ડો. વિશ્વા રાઠોડ, પરેશભાઇ ગોસાઇ, રજનીભાઇ રાયચુરા, ડો. દુધાત્રા સાહેબ, જે. કે. મહેતા, નરેન્દ્રભાઇ, નીરંજનભાઇ ઘાંઘા, રાજુભાઇ દશી, ભટ્ટ દાદા, જોષીદાદા, મયુરભાઇ મહેતા, વસાણીભાઇ, સુહાસિનીબેન રાઠોડ, નેહાબેન વસાણી, કાશ્મીરાબેન શાહ, મોક્ષાબેન દોશી, ભાવીનીબેન જોષી, ચેતનાબેન ભટ્ટ, સુકેતાબેન પાચાણી, ઉર્મિલાબેન જોશી, નૈનાબેન દુધાત્રા, સરોજબેન મહેતા, ઇલાબેન કયાડા, અવનીબેન બોરીચા, ડો. પલક શાહ સહિતના સ્થાનિક રહેવાસીઓ તથા કોર્પોરેશનના વોર્ડ એન્જીનીયર ગાવિત તથા સુનિલ ગોહેલ સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતાં.

(4:04 pm IST)