Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

રવિવારે 'ધમાલ ગલી' : પરિવાર રમતોત્સવ

મોઈ દાંડીયા - ચકરડા - લીંબુ ચમચી - કોથળા દોડ - રસીખેંચ : બાળકો-માતા-પિતા-દાદા-દાદી એમ ત્રણેય પેઢીને વિસરાઈ ગયેલી રમતો રમવા રોટરી કલબનું ફનસ્ટ્રીટમાં આમંત્રણ

રાજકોટ, તા. ૨૧ : આજના ટવિટર, ફેસબુક અને વોટ્સઅપના જમાનામાં ભુલાઈ ગયેલી મેદાનમાં રમાતી જૂની અને જાણીતી રમતો જેવી કે મોઈ દાંડિયા, ચકરડાની રમત, લીંબુ ચમચી, કોથળા દોડ, રસીખેંચ, લંગડી, ભમરડા અને ચોકડી મીંડી જેવી ત્રીસેક જેટલી રમતો રમવા મળે તો કેવી મજા પડી જાય. રોટરી ઇન્ટરનેશનલને ૧ ૦૦ વર્ષ પુરા થઇ રહ્યા છે તેની ઉપલબ્ધીમાં અને રોટરી ડોસ્ટ્રીક ૩૦૬૦ને ૫૦ વર્ષ થઇ રહ્યા છે તેની ઉજવણીમાં રાજકોટની ચારેય રોટરી કલબ જેવી કે રોટરી કલબ ઓફ રાજકોટ,રોટરી કલબ ઓફ મીડટાઉન, રોટરી કલબ ઓફ મેટ્રો ,રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા ૨૩મીના રવિવારે રેસકોર્ષના સ્વીમીંગ પુલ પાસે ફનસ્ટ્રીટ ખાતે અંદાજે ૧૫૦૦૦ થી વધુ લોકો આ પરિવાર રમતોત્સવ 'ધમાલ ગલી'માં ઉપસ્થિત રહેશે

આ વિસરાઈ ગયેલી રમતોમાં બાળકો અને પરિવારજનોને ભાગ લેતા જોઇને હાજર રહેલા બધાજ ચિચિયારી સાથે પ્રોત્સાહન આપી, આ દિવસને યાદગાર બનાવવા વડીલો ને આમંત્રણ અપાયુ છે. ૨૩ ફેબ્રુઆરીનો રોટરી ઇન્ટરનેશનલનો જન્મ દિવસ રાજકોટના ભૂલકાઓ, યુવાનો અને પરિવારજનો માટે ખુબ જ ગમતો દિવસ બની રહેશે કારણ કે વિસરાઈ ગયેલી રમતો જેવી કે ભમરડા ફેરવવાના હોય કે લીંબુ ચમચી રમવાની હોય તો કોને ના ગમે? આવી જુની ને જાણીતી ૩૦ જેટલી રમતો રમાતી જોવાનો અને તે હર્ષઉલ્લાસને માણવાનો લહાવો રાજકોટની જનતાને મળશે. બાળકોથી માંડી મોટેરાઓને રોટરી કલબ દ્વારા નિમંત્રણ પાઠવાયુ છે.

(3:55 pm IST)