Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

સુરતથી વીડીંગ મશીન આવી પહોંચ્યું : બેડી યાર્ડ પાસેથી ગાંડી વેલ કાઢવાનું શરૂ : સવારથી એકધારૂ ઓપરેશન

રાજકોટઃ બેડી યાર્ડ પાસેના પાણીમાં ઉગી નિકળેલી ગાંડી વેલ અને કરોડોની સંખ્યામાં રહેલા મચ્છરોનો સફાયો કરવા કલેકટર તંત્ર દ્વારા સુરતથી વીડીંગ મશીન મંગાવાયું હતું. જે આવી પહોંચતા જ આજ સવારથી એકધારૂ ઓપરેશન હાથ ધરી મશીન દ્વારા ગાંડી વેલ કાઢવાનું શરૂ કરી દેવાયું છે. સીટી પ્રાંત-જીલ્લા પંચાયત-ગ્રામ પંચાયત-કોર્પોરેશનના અધિકારીઓ દોડી ગયા છે. સતત ફોગીંગ પણ ચાલુ કરાયું છે. ર થી ૩ દિવસમાં આ વેલ નીકળી જશે તેમ તંત્ર જણાવી રહયું છે.

(11:44 am IST)