Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

રૈયા ચોકડી બ્રીજનું ''અમરજવાન'' નામકરણ કરો : કાલે બાઇક રેલી

રૈયા ગામથી મ્યુ. કોર્પોરેશન કચેરી સુધી યુવાનો બાઇક રેલી યોજી કમિશ્નરને આવેદન પત્ર પાઠવાશે

રાજકોટ, તા. ર૧ :  શહેરની રૈયા ચોકડીએ નવનિર્માણ પામેલા ઓવરબ્રીજનું ''અમરજવાન'' નામકરણ કરવાની માંગ સાથે કાલે સવારે ૧૦ વાગ્યે યુવાનો બાઇક રેલી યોજી મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવશે.

આ અંગે ગોપાલક એકતા મંચની યાદીમાં જણાવાયું છે કે જમ્મુ-કાશ્મીરના યુવાનોમાં નિંદનીય આતંકવાદી હુમલામાં ભારતીય સેનાના ૪૪ વીર જવાનો શહીદ થયા તે બાબતે ગોપાલક એકતા મંચ ગુજરાત પ્રદેશ તેમજ સમસ્ત રૈયાગામ તથા રૈયા ગામથી રૈયા રોડના વેપારીઓ દ્વારા જવાનોને ભાવપૂર્વક શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી છે.

શ્રધ્ધાંજલી રૂપે રૈયા ગામથી રાજકોટ મહાનગર પાલીકા કચેરી સુધી આવતીકાલે બાઇક રેલીનું આયોજન કરેલ છે. તેમજ રૈયા ચોકડી ખાતે નવર્મિાણ ઓવર બ્રીજને અમર જવાન બ્રીજ નામ આપવામાં આવે તે માટે રાજકોટ મહાનગરપાલીકા કમીશનરશ્રીને આવેદન પત્ર આપવામાં આવશે. આ રેલીમાં શહેરની દેશ પ્રેમી જનતાએ જોડાવા માટે ગૌપાલક એકલા મંચ ગુજરાત પ્રદેશનાં મુખ્ય પ્રાયોજક મહેશભાઇ પરમાર તથા સહ પ્રાયોજક નારણભાઇ ટી. બાબરીયાની યાદીમાં જણાવાયું છે.

(5:44 pm IST)