Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

એસ.ટી. હડતાલનો લાભ લેતા ખાનગી ટ્રાવેલ્સોઃ બેફામ ભાડા વસુલવાનું શરૃઃ દરેક રૂટમાં દોઢા-ડબલ કરી નાખ્યા

રાજકોટથી જામનગર-પોરબંદર-વડોદરા-અમદાવાદ-સુરત-ભાવનગર-જૂનાગઢ તરફની બસો હાઉસ ફુલ : પ્રાયવેટ ટેકસીવાળાઓએ કિ.મી.ના ૧૦ થી ૧ર કરી નાખ્યાઃ બસો અંદર ન આવતી હોય રીક્ષાવાળાઓ પણ બેફામઃ માનવતા નેવે મુકી દીધી હોય તેવો તાલ

રાજકોટ તા. ર૧ :.. એસ. ટી. ની બેમુદતી હડતાલને કારણે રાજકોટ સહિત રાજયભરમાં ૯ હજાર એસ.ટી. બસોના પૈડા થંભી ગયા છે, અને તેનો લાભ હવે આજ સવારથી ખાનગી ટ્રાવેલ્સો, પ્રાયવેટ ટેકસીવાળાઓએ ઉઠાવતા લોકોમાં દેકારો મચી ગયો છે, શહેરના અનેક લોકોએ 'અકિલા' ખાતે પણ ફરીયાદ કરી હતી કે એસ.ટી. બસ સેવા બંધ થતા પ્રાયવેટ વાહનોએ ભાડામાં ભારે લૂંટ ચલાવી છે, થોડા ઘણાને બાદ કરતા ખાનગી ટ્રાવેલ્સોએ બેફામ ભાડા વસુલવાનું શરૂ કરી દિધુ છે, દરેક રૂટમાં દોઢા-ડબલ ભાડા કરી નાખ્યાનું બહાર આવ્યું છે.

રાજકોટથી અમદાવાદ-વડોદરા-સુરત-જામનગર, પોરબંદર-સુરેન્દ્રનગર-અમરેલી - ભાવનગર, તરફ જતી ખાનગી ટ્રાવેલ્સની બસો હાઉસ ફુલ બની ગઇ છે, તો પ્રાઇવેટ ટેકસીવાળાઓએ કિ.મી.ના ૮ થી ૯ ની જગ્યાએ ૧૦ થી ૧ર કરી નાખ્યાનું બહાર આવ્યું છે, તો બસો શહેરની અંદર ન આવતી હોય રીક્ષાવાળાઓ પણ બેફામ બન્યા છે, ખાનગી વાહનવાળાઓએ માનવતા નેવે મૂકી દીધી હોય તેવો તાલ સજાર્યાનું લોકો આક્ષેપો - ફરીયાદો કરી રહ્યા છે. (પ-

 

 

 

(4:26 pm IST)