Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ગાંધીગ્રામના રાજેશભાઇ વાળંદ પર અક્રમનો પથ્થરથી હુમલોઃ રોકડ લૂંટી ગયાનો આક્ષેપ

સોરઠીયાવાડી સર્કલ પાસે બનાવઃ લેણા નાણાની ઉઘરાણી કરતાં સામા લૂંટી ગયો!

રાજકોટ તા. ૨૧: ગાંધીગ્રામ શિતલ પાર્ક પાસે મોચીનગર-૬માં રહેતાં અને રૈયાધારમાં વાળંદ કામની કેબીન ચલાવતાં રાજેશભાઇ ભગવાનજીભાઇ પાડલીયા (ઉ.૪૮) નામના વાળંદ આધેડને સોરઠીયાવાડી સર્કલ પાસે રૈયાધારના અક્રમ ઇસ્માઇલભાઇએ પાણાથી માર મારી રૂ. ૩૭૦૦ લૂંટી લેતાં અને મોબાઇલ ફોન પણ લઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.હોસ્પિટલના બિછાનેથી રાજેશભાઇએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે પોતે લોનનો હપ્તો આપવા જઇ રહ્યા હતાં ત્યારે અક્રમ સામે મળી જતાં તેની પાસેથી પોતાને પૈસા લેવાના થતાં હોઇ તેની ઉઘરાણી કરતાં તેણે સામા પૈસા માંગી હુમલો કરી પોતાની પાસેના રૂ. ૩૭૦૦ લૂંટી લીધા હતાં અને પાણકાથી ઇજા કરી ભાગી ગયો હતો. પોલીસે રાજેશભાઇની આ કેફીયત ચકાસવા વધુ તપાસ હાથ ધરી છે. રાજેશભાઇએ એમ પણ કહ્યું હતું કે પોતાની રૈયાધારમાં વાળંદ કામની કેબીન છે ત્યાં જ અક્રમ રહેતો હોવાથી પોતે તેને ઓળખે છે.

 

(2:58 pm IST)