Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

સ્વાઇન ફલૂએ ઉપલેટાના વૃધ્ધ અને ભાયાવદરના પ્રોૈઢનો ભોગ લીધોઃ કુલ મૃત્યુ આંક ૪૬ થયો

રાજકોટ તા. ૨૦: સ્વાઇન ફલૂથી વધુ બે દર્દીના મોત નિપજ્યા છે. ઉપલેટાના ઢાંક ગામના ૬૦ વર્ષના વૃધ્ધનું તથા ભાયાવદરના ૫૩ વર્ષના પ્રોૈઢનું રાજકોટની બે અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યા છે.

જાણવા મળ્યા મુજબ ઢાંકમાં રહેતાં ૬૦ વર્ષના વૃધ્ધને તાવ, શરદી, ઉધરસ થઇ જતાં સ્થાનિક સારવાર લીધા બાદ વધુ સારવાર માટે રાજકોટ ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. અહિ સ્વાઇન ફલૂની શંકાએ રિપોર્ટ કરાવવામાં આવતાં તે પોઝિટીવ જાહેર થયો હતો. ગત મોડી રાત્રે એક વાગ્યે આ વૃધ્ધનું મોત નિપજ્યું છે. આ ઉપરાંત ઉપલેટાના ભાયાવદરના ૫૩ વર્ષના પ્રોૈઢનું પણ સિનર્જી હોસ્પિટલમાં રાત્રીના અઢી વાગ્યે મૃત્યુ થયું છે. તે સાથે મૃત્યુઆંક ૪૬ થઇ ગયો છે.

શહેરની ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં કુલ ૫૩ દર્દી સારવાર હેઠળ છે. જેમાં જેતપુર, વિછીયા, પડધરી, કોટડાસાંગાણી, રાજકોટ, જામકંડોરણા, ગોંડલ, જુનાગઢ, કચ્છ, જામનગર, પોરબંદર, અમરેલી, બોટાદ, સોમનાથ ગીર સહિતના દર્દીઓને સમાવશે થાય છે. તા. ૧-૧-૧૯ થી ૧૯-૨-૧૯ સુધીમાં સ્વાઇન ફલૂના કુલ ૨૨૯ દર્દી જાહેર થયા છે. જેમાંથી ૪૩ના મોત થયાની નોંધ થઇ છે. વધુ ત્ણ  દર્દીના મોત નિપજ્યા છે તે શંકાસ્પદ દર્દીના લિસ્ટમાં સામેલ છે. તેની નોંધ હવે પછી થશે. (૧૪.૫)

 

(4:00 pm IST)