Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

પ.પૂ. તપાગચ્છાપતી આ. શ્રી વિ. પ્રેમસુરીશ્વરજી મ.સા.નો ૧ માર્ચના રોજ ૯૯ મો જન્મોત્સવઃ ભવ્યાતિભવ મહામહોત્સવ

કુલચંદ્રસુરીશ્વરજી (કે.સી.) મ.સા. તથા બિરાજમાન સર્વે ગુરૂભગવંતોની, નિશ્રામાં : અતિથી વિશેષ તરીકે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિ

 રાજકોટઃ તા.૨૧, પ.પૂ. તપાગચ્છાધિપતિ આ.શ્રી. વિ. પ્રેમસુરીશ્વરજી મ.સા. નો ૯૯ મો જન્મોત્સવ આગામી ફાગણ સુદ- ૧૫ તા.૧ લી માર્ચને ગુરૂવારના રોજ શ્રી ગુરૂપ્રેમના આજીવન ચરણો પાસક આ.શ્રી. વિ. કુલચંદ્રસુરીશ્વરજી (કે.સી.) મ.સા. આદિ ઠાણા તથા રાજકોટમાં બિરાજમાન સર્વે ગુરુભગવંતોની તથા સાધુ - સાધ્વી ભગવંતોની નિશ્રામાં શ્રી પાર્શ્વ પ્રેમ ધામ- શ્રી નાગેશ્વર પાશ્વનાર્થ જૈન સંઘ મુકામે રાજકોટના સમસ્ત જૈન સકલ સંઘની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે.

 શ્રી ગુરૂપ્રેમ જન્મોત્સવ-૯૯ની ઉજવણીના ભવ્યાતિભવ્ય  મહામહોત્સવમાં અતિથી વિશેષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ખાસ વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ મહામહોત્સવમાં ગુરૂપ્રેમ પરિવારના અમદાવાદ મુંબઇ તથા દેશ ભરમાંથી ખુબજ મોટી સંખ્યામાં ગુરુભકતો ઉપસ્થિત રહેશે.

 શ્રી ગુરુપ્રેમ જન્મોત્સવ -૯૯ નો કાર્યક્રમ તા.૧ને ગુરૂવારનાં સવારે ૯ વાગ્યાથી શરૂ થશે. તેમજ ર્કા્યક્રમ પુર્ણ થયા બાદ સમસ્ત રાજકોટ જૈન સમાજના  સભ્યો માટે સાધાર્મિક ભકિતની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. આ અંગેની વ્યવસ્થા માટે રાજકોટ શહેરના તમામ દેરાસરો, સંધો તેમજ સ્થાનકવાસી ઉપાશ્રયોમાં કાર્યક્રમની વિગતો  અંગેના બેનર્સ મુકવામાં આવેલ છે. તેમજ જે તે પેઢીમાં પાસ વિતરણની વ્યવસ્થા પણ રાખવામાં આવે  છે. તો સંઘના સભ્યોએ પોતાના પાસ સંઘમાંથી મેળવી લેવા યાદીમાં જણાવ્યું છે.

 શ્રી ગુરુપ્રેમ જન્મોત્સવ ઉજવણીની વ્યવસ્થા અંગે તમામ જૈન સંધો- મંડળોની શનિવારે અગત્યની મીટીંગ

 શ્રી ગુરૂપ્રેમ જન્મોત્સવ-૯૯ની ઉજવણીના કાર્યક્રમની વ્યવસ્થા માટે રાજકોટના તમામ જૈન સંઘો- મંડળોની એક અગત્યની મીંટીગ આગામી તા.૨૪ને શનિવારે રાત્રે ૮:૩૦ કલાકે શ્રી ચિંતામણી પાશ્વનાથ જીનાલય (શ્રી મણીયાર દેરાસર), ચૌધરી હાઇસ્કુલ સામે, રાખવામાં આવેલ છે. આ મીંટીગમા તમામ જૈન સંઘો- મંડળોના પ્રમુખ, મંત્રી, હોદેદારો તથા કન્વીનરોએ ખાસ હાજરી આપવા વિનંતી છે.

(3:59 pm IST)