Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

રાજકોટ ક્રિમીનલ બાર એસો.ના હોદેદારોની બિનહરીફ વરણીઃ પ્રમુખપદે તુષાર બસલાણી

કન્વીનર નરેન્દ્રસિંહ ચાવડા, ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજા, સેક્રેટરી જયેન્દ્રસિંહ રાણા સહીતના હોદેદારોની વરણીઃ કારોબારીમાં ૯ સભ્યોનો સમાવેશઃ કો.ઓપ્ટ મેમ્બરમાં ધીમંત જોષી અને ચિમન સાકરીયાની વરણી

રાજકોટ, તા., ર૧: રાજકોટ ક્રિમીનલ બાર એસોસીએશનની સાધારણ સભા આજરોજ મળતા ક્રિમીનલ બાર એસોસીએશન તમામ સભ્યોએ સર્વાનુમતે પ્રમુખપદ માટે તુષારભાઇ બસલાણીની નિમણંુક કરવામાં આવેલ હતી.

રાજકોટ ક્રિમીનલ બારની સ્થાપના આશરે ૩૦ વર્ષ પહેલા મધુસુદનભાઇ સોનપાલ તથા અમીતભાઇ જોષીએ કરેલ. જુનીયર એડવોકેટને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે કરવામાં આવેલ હતી. ત્યારથી આજદિન સુધી ક્રીમીનલ બાર એસોસીએશન જુનીયર વકીલોને પડતી મુશ્કેલીઓને હલ કરવા માટે કાર્યરત છે અને વર્ષોથી ક્રિમીનલ બાર એસોસીએશનને જુનીયર એડવોકેટને પડતી મુશ્કેલીઓને વાંચા આપેલ છે. તેમજ દિન પ્રતિદિન નવા આવતા વકીલ મીત્રોને ક્રિમીનલ બાર એસોસીએશન હંમેશા માર્ગદર્શન પુરૂ પાડતું આવેલ છે તેમજ તમામ ક્ષેત્રોમાં પ્રેકટીસ કરતા વકીલ મિત્રોને પડતી મુશ્કેલી કે તેઓના પ્રશ્નો અંગે અવાર નવાર ગુજરાત હાઇકોર્ટ તેમજ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તેમજ ડિસ્ટ્રીકટ જજ સમક્ષ રજુઆતો કરીને આજદિન સુધી સફળ કામગીરી કરેલ છે તેમજ પ્રશ્નોનું સફળ નિરાકરણ કરતું આવેલ છે.

આજ રોજ તા.ર૧-ર-ર૦૧૮ના રોજ ક્રિમીનલ બાર એસોસીએશનની સાધારણ બોલાવવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં જુનીયર વકીલ મિત્રો હાજર રહેલા જેમાં સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. જેમાં કન્વીનર નરેન્દ્રસિંહ ચાવડા, સહ કન્વીનર ગીરીરાજસિંહ જાડેજા તેમજ પ્રમુખ તુષારભાઇ બસલાણી, ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજા, સેક્રેટરી જયેન્દ્રસિંહ રાણા, જો. સેક્રેટરી હેમાંગભાઇ જાની, ટ્રેઝરર રાજકુમાર હેરમાની નિમણુંક કરવામાં આવેલ છે તથા કારોબારી સભ્યો તરીકે એલ.જે.રાઠોડ, શૈલેષ એલ. સુચક, મનીષ એમ.મહેતા, ઉજ્જવલ રાવલ, દિપક વી.દતા, કિશન ડી.વાગડીયા, મનીષ વી.કોટક, ચેતનાબેન આર.કાછડીયા તથા નમીતાબેન આર.કોઠીયાની નિમણુંક કરવામાં આવેલ છે તથા કો.ઓપ. મેમ્બર તરીકે ધીમંતભાઇ જોષી તથા ચીમનલાલ સાકરીયાની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવેલ છે.

ક્રિમીનલ બાર એસોસીએશનના તમામ હોદેદારોને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ભુતપુર્વ ચેરમેન દિલીપભાઇ પટેલ, બાર એસોસીએશનના પ્રમુખ સંજયભાઇ વ્યાસ, તેમજ રાજકોટ જીલ્લાના ડી.જી.પી. એસ.કે.વોરા, તેમજ ધારાશાસ્ત્રી પીયુષભાઇ શાહ, અમીતભાઇ જોષી, હિતેષભાઇ દવે, જસવંતસિંહ ભટ્ટી, ઇન્દુભા રાખોલ, જયેશભાઇ બોઘરા, મનીષભાઇ ખખ્ખર વિગેરેઓએ શુભેચ્છા પાઠવેલ છે.

(3:56 pm IST)