Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

અપહરણ અને ધમકીના કેસમાં આરોપીના આગોતરા જામીન મંજુર

રાજકોટ તા. ર૧ : અત્રે રાજકોટની ચીફ કોર્ટમાં ફરીયાદી રાજેશ પી.પરમારે યુવરાજસિંહ વિક્રમસિંહ ઝાલા (રાણા) કે જેઓ રાજકોટમાં વીજીસાડીઝના નામથી દુકાન ધરાવે છે. અને વેપાર કરે છે. તેઓ સામે મનીબેન્ક તથા અપહરણની વિવિધ કલમો ૩ર૩, ૩૮૬, ૩૬પ, પ૦૬ (ર) પ૦૪ અને ૩૪ અન્વયે ફરીયાદ કરેલ હતી જે સામે આરોપીએ આગોતરા જામીન મેળવેલ છે.

આ ફરીયાદમાં ફરીયાદી રાજેશ પ્રતાપભાઇ પરમારએ આરોપી યુવરાજસિંહ વિક્રમસિંહ ઝાલા (રાણા) સામે ઉછીના લીધેલ પૈસા (રૂપિયા) સામે ૮૬૦૦૦ના રૂ.૩૦૦૦૦૦ ૪ વર્ષ પહેલા ચુકવેલ હોવા છતા મારમારી તથા અપહરણ કરી અને મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ કરેલ હતી તેની સામે આરોપી યુવરાજસિંહ વિક્રમસિંહ ઝાલા (રાણા) એ રાજકોટની સેસન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરેલ હતી આ આગોતરા જામીન અરજીમાં વકિલ તરીકે મુકુન્દસિંહ સરવૈયા, પ્રહલાદસિંહ ઝાલા તથા મેઘરાજસિંહ ચુડાસમાને રોકેલ હતા.

આ આગોતરા જામીન અન્વયે સેસન્સ જજ શ્રી બી.બી.ઠાકરે આરોપીના વકીલ મુકુન્દસિંહ સરવૈયા, પ્રહલાદસિંહ ઝાલા તથા મેઘરાજસિંહની દલીલો સાંભળી અને આરોપીની આ આગોતરા જામીન અરજી મુંજર કરેલ છ.ે(

(3:54 pm IST)