Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

પડધરીના પ્રોહી, બુટલેગર સાગર ડોડીયાને પાસા હેઠળ અટકાયતમાં લેતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી

રાજકોટ ગ્રામ્ય જીલ્લાં પોલીસ વડા અંતરિપ સૂદ સાહેબ દ્વારા જીલ્લામાં પાસા અટકાયતી ના પેન્ડિંગ રહેલ વોરંટને તાત્કાલીક બજવણી કરવા માટે  સુચના આપતા એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. શજે.એમ.ચાવડા તથા હે.કો. કરશનભાઇ કળોતરા, મહિપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. બાલકૃષ્ણ ત્રીવેદી, મયુરસિંહ જાડેજા, તથા ભાવેશભાઇ મકવાણા તથા ડ્રા.હે.કોન્સ. અમુભાઇ વિરડા બધા ઉપરોક્ત સુચના અન્વયે પાસા અટકાયતીઓને તાત્કાલીક અટકમાં લેવા સઘન પ્રયાસો કરતા પાસા અટકાયતી પ્રોહી બુટલેગર સાગરભાઇ ભવાનભાઇ ડોડીયા (જાતે-કારડીયા રજપુત રહે. બસ સ્ટેન્ડ પાછળ, મોટા રજપુતવાસ, પડધરી, જી.રાજકોટ વાળા)ને  જીલ્લા મેજી.સા ના પાસા હુકમની બજવણી કરી અટકાયતમાં લઇ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા પડધરી પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે.

(9:08 am IST)