Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

કોંગ્રેસની સરકારે પછાત વર્ગનું હીત જોયુ છેઃ ઋત્વિક મકવાણા

રાજકોટઃ કોંગ્રેસ દ્વારા દરેક વોર્ડમાં યોજાતા જનસંવાદ કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે યોજાયેલ એક સાથે ૧૦ વોર્ડના કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ જણાવેલ કે કોંગ્રેસની સરકારે હંમેશા પછાતવર્ગનું હીત થયુ છે... અને તેના વિકાસ માટે સફળ પ્રયત્નો કર્યા છે. આ તકે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો શ્રી એ જણાવ્યું હતુ કે રાજકોટ શહેર માં કોંગ્રેસ પક્ષનો બુથ લેવલ આયોજન થયેલ છે.

કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહ પરમારે જણાવેલું કે કોંગ્રેસ પક્ષ એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની વેદના સમજી લોકોને ન્યાય અપાવ્યો  છે  તેમજ જીતેન્દ્ર બઘેલજી એ જણાવ્યું કે રાજકોટ શહેર કોંગ્રેસ એ ભાજપને મહાનગરપાલિકા ના ચુંટણી માં મુળિયા ઉખાડી ફેકી દેશે. તેમજ ચોટીલાના ધારાસભ્ય ઋત્વીકભાઈ મકવાણા જણાવ્યું હતું કે કોંગ્રેસ ની સરકારે પછાતવર્ગઓ માટે કામ કરતી સરકાર છે અને સમગ્ર ગુજરાતની જનતા કોંગ્રેસ ની કાર્યશૈલી થી સુખ્યાત છે અને ત્યારબાદ અશોકભાઈ ડાંગરે જણાવ્યંુ હતું કે આ દેશને અંગ્રજોની ગુલામી માંથી મુકત કરવા માટે ભારત ના નાગરિકો એ એક લડાઈઓ કરેલ હતી તેના કરતા પણ વધુ મજબુત લડાઈ કરી હિટલરના વારસદારો પાસેથી દેશ મુકત કરાવવાનો રહેશે.અને મહેશભાઈ રાજપૂત જણાવ્યું હતું કે આજની પરિસ્થિતિ માં આ  ભાજપ સરકાર મોંધવારીના માર થી માધ્યમ વર્ગને આપઘાત કરવો પડે તે સ્થિતિ તરફ દોરી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ જનસંપર્ક અભિયાન  વોર્ડ નં.૧,૨,૩,૪,૭, ૧૨,૧૩,૧૪,૧૫ અને ૧૮માં  તા.૨૦/૦૧/૨૦૨૧ના રોજ જનસંપર્ક અભિયાન યોજાયો હતો જેમાં વોર્ડના તમામ આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો, સેકટર સંયોજકો, બુથ પ્રભારી, જનમીત્રો, સહિતના કોંગ્રેસ પરિવારના સભ્યોની બેઠક યોજાઈ હતી.  આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા જયરાજસિંહ પરમાર, ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિક, પૂર્વ વિરોધપક્ષ નેતા નરેશભાઈ રાવલ અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજગુરુ, ગુજરાત કોંગ્રેસના સ્ટેટેજી કમિટી સભ્ય ડૉ.હેમાંગભાઈ વસાવડા, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ કોંગ્રેસ આગેવાનો જશવંતસિંહ ભટ્ટી, મિતુલભાઇ દોંગા, દિનેશભાઈ મકવાણા, સુરેશભાઈ બથવાર, ગોપાલભાઈ અનડકટ, પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન નાથાભાઈ કિયાડા, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી અશોકસિંહ વાઘેલા, માયનોરીટી ચેરમેન યુંનુશભાઈ જુણેજા, મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા, સોસીયલ મીડિયા સ્ટેટ કોઓર્ડીનેટર ભાર્ગવભાઈ પઢીયાર, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આશવાણી, ગીતાબેન દીપકભાઈ પુરબીયા, રેખાબેન ઠાકરસીભાઈ ગજેરા, સીમીબેન જાદવ, વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડિયા, ઉર્વશીબા કનકસિંહ જાડેજા, જાગૃતિબેન ડાંગર, રવિભાઈ ખીમસુરીયા, મકબુલભાઈ દાઉદાણી, ભાનુબેન સોરાણી, નિર્મળભાઈ મારું, જયંતીભાઈ બુટાણી, ધર્મિષ્ઠાબા મયુરસિંહ જાડેજા, મેનાબેન જાદવ તેમજ  વોર્ડ નં.૧ રમેશભાઈ  જુન્જા, વોર્ડ નં.૨ પ્રમુખ કૃષ્ણદત રાવલ , વોર્ડ નં.૩ પ્રમુખ તુષારભાઈ દવે અને વોર્ડ નં. ૪ પ્રમુખ અલ્પેશભાઈ ટોપિયા, વોર્ડ નં.૭ પ્રમુખ કેતનભાઈ જરીયા, વોર્ડ નં.૧૨ પ્રમુખ જગદીશભાઈ સખીયા, વોર્ડ નં.૧૩ પ્રમુખ મેપાભાઈ કણસાગરા, વોર્ડ નં.૧૪ પ્રમુખ વિજયભાઈ જાની, વોર્ડ નં.૧૫ પ્રમુખ વાસુભાઈ ભંભાણી અને વોર્ડ નં.૧૮ પ્રમુખ દીપકભાઈ ધવાએ જહેમત ઉઠાવી જન સંપર્ક અભિયાન કાર્યક્રમનું સફળ આયોજન કરેલ હતું તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ અને ગોપાલ મોરવાડિયાની યાદીમાં જણાવ્યું છે.

(3:46 pm IST)
  • કોગ્રેસની વકૅ કમીટીની બેઠક ૨૨ જાન્યુઆરીએ ઈન્ટરનેટ થ્રુ મળશે access_time 5:34 pm IST

  • દિલ્હીની ટ્રેક્ટર રેલી અંગે પોલિસ અને ખેડૂતો વચ્ચે મંત્રણા : પ્રજાસત્તાક દિવસે ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢવાના છે તે સંદર્ભે દિલ્હીના ટોચના પોલીસ અધિકારીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે બેઠક ચાલુ થઈ છે. દિલ્હીના જોઇન્ટ પોલીસ કમિશનર એસ યાદવ સિંધુ બોર્ડર પાસે એક રિસોર્ટમાં પહોંચી ગયા છે. access_time 12:47 pm IST

  • કંગનાના ટ્વીટ્થી નારાજગી : સુશાંત સિંહ રાજપૂત નો આજે જન્મદિવસ છે. તે દિવસે કંગના રણોતે કરેલા ટ્વિટથી સુશાંતના પ્રશંસકો નારાજ થયા છે. access_time 12:48 pm IST