Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

૧૧ લાખના અંગ્રેજી દારૂના ગુન્હામાં આરોપીની આગોતરા જામીન અરજી મંજુર

રાજકોટ, તા.૨૧: ૧૧.૩૭ લાખના અંગ્રેજી દારૂના કેસમાં આગોતરા જામીન અરજી સેસન્સ કોર્ટ મંજુર કરી હતી.

રાજકોટ શહેરના ડી.સી.બી. પોલીસ સ્ટેશનના અમલદારોએ તા.૧૨/૧૨/૨૦૨૦ના રોજ કુવાડવા જી.આઇ.ડી.સીના પ્લોટ નં.૨૧ પાસે આવેલ એપેકસ ફુડ ગામના ગોડાઉનમાં રેડ કરતા અંગ્રેજી દારૂની ૨૭૪૮ બોટલો મળી આવેલ તથા બનાવવાળી જગ્યાએ કુલ રકમ રૂ.૩૫,૭૪,૬૦૦નો ( કબ્જે કરેલ તથા પોલીસ અમલદારોએ સદર ગુના અને બનાવવાળી જગ્યાએથી પોલીસ (૧) સુરેશભાઇ કાનજીભાઇ પડાયા તથા (ર) કાલેશ પાનસીંગ મચ્છરની ધરપકડ કરેલ ત્યારબાદ ઉપરોકત ગુનાના કામે બોગસ બીલ્ટીનો ઉપયોગ થયેલ હોય પોલીસ અમલદારોએ કોર્ટમાં આઇ.પી.સી.કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧નો ઉમેરો કરવા સંબંધે અરજી આપેલ જે અરજી નીચેની કોર્ટે એફ.આઇ.આર સાથે રાખવાનો હુકમ કરેલ.

આ ગુનાના કામે જયેશભાઇ પ્રતાપભાઇ રાઠોડએ પોતાને આ ગુનાના કામે પોલીસ ધરપકડ કરે તેવી દહેશત હોવાથી તેઓએ રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ કોર્ટમાં આગોતરા જામીન અરજી ગુજારેલ અને સેસન્સ કોર્ટમાં અરજદાર/ આરોપી તરફે તેમના વકીલ શ્રી તુષાર કે.બસલાણીએ વડી અદાલતની ઓથોરીટીઓ રજુ કરેલ અને જણાવેલ કે, ફરીયાદ જોતા જયેશભાઇ રાઠોડ સદરહું ગુનાના કામે સંકળાયેલ હોય તેવું ફરીયાદમાં કે પોલીસ પેપર્સમાં ફલીત થતું નથી. જેથી અરજદાર/ આરોપીના આગોતરા જામીન મંજુર કરવા જોઇએ. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી આરોપીની આગોતરા જામીન અરજી મંજુર કરેલ હતી.

આ કામે અરજદાર/આરોપી વતી રાજકોટના વિધ્વાન ધારાશાસ્ત્રી શ્રી તુષાર બસલાણી, મનીષ કોટક, એઝાઝ જુણાચ, અલી અસગર ભારમલ, જગદિશ પડીયા, વિગેરે વકીલો રોકાયેલા.

(3:14 pm IST)