Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

વિદેશી દારૂના ત્રણ દરોડામાં છ બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા

બી ડીવીઝન પોલીસે વિનય, મુકદર અને મયુદીન ઉર્ફે બોદીયાની ધરપકડ કરી

રાજકોટ તા. ર૧: શહેરના પેડક રોડ પર બી ડીવીઝન પોલીસે જુદી-જુદી જગ્યાએ દરોડો પાડી વિદેશી દારૂની છ બોટલ સાથે ત્રણ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ. એમ. બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ સલીમભાઇ માડમ, કોન્સ. સિરાજભાઇ, હેમેન્દ્રભાઇ તથા વિશ્વજીતસિંહ સહિત પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે આડો પેડક રોડ પર બગીચા પાસેથી વિનય મનસુખભાઇ ડાભી (ઉ.વ. ર૧) (રહે. સંતકબીર રોડ ભગીરથ સોસાયટી શેરી નં. ૧૦) ને દારૂની એક બોટલ સાથે, પેડક રોડ પરથી મુકદર છોટુભાઇ મલેક (ઉ.વ.ર૯) (રહે. દેવપરા ગુરૂજન સોસાયટી શેરી નં. ૪) ને દારૂની ૪ બોટલ સાથે અને પેડક રોડ બગીચા પાસેથી દારૂની ૧ બોટલ સાથે મયુદીન ઉર્ફે બોદીયો ઇમ્તીયાઝભાઇ ચૌહાણ (ઉ.વ. ર૪) (રહે. નવાગામ આવાસ યોજના કવાર્ટર) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:14 pm IST)