Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

પૂ.સોનલબાઈ મહાસતીજીના જન્મદિન નિમીતે સોનલવર્ણા સોનલ સદાવ્રત સમારોહ

રાજકોટઃ ગોં.સંપ્ર.નાં સૌરાષ્ટ્રના સિંહણ વચન સિધ્ધીકા, તીર્થ સ્વરૂપા, ભગવાન  તુલ્ય પૂ.શ્રી ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામ (નાલંદા ઉપાશ્રય)માં સ્વર કિન્નરી બા.બ્ર.પૂ. શ્રી સોનલબાઈ મહાસતીજીના ૬૩માં જન્મ દિવસ પ્રસંગે સોનલવર્ણા સોનલ સદાવ્રત સમારોહ સંપન્ન થયો હતો. સાધર્મિક બંધુઓને સુપર નવકારશી કરાવવામાં આવી હતી. બાદમાં ૨૦૦ પરિવારજનોને જીવન જરૂરિયાતની વિવિધ ૧૫ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ રોકડ રૂપિયા ૭૦ની પ્રભાવના પણ કરાઈ હતી.

(3:13 pm IST)
  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST

  • રાજસ્થાનના દોઢ ડઝન જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: રાજસ્થાનના ૧૭ જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: સત્તાવાર જાહેરાત: રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૧૮૧ પક્ષીઓ મૃત્યુ પામેલ મળી આવ્યા છે. access_time 12:16 am IST

  • મંદિરના પૂજારીનો મૃતદેહ મળી આવ્યો: અનેક શંકા કુશંકા : ઉત્તર પ્રદેશના લખનૌ પંથકના બીકેટી વિસ્તારમાં એક મંદિરના પૂજારીનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ. access_time 12:51 pm IST