Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

દર્શન એન્જીનીયરીંગ કોલેજના કાનાણીને 'શિક્ષા ભારતી' એવોર્ડ

રાજકોટ, તા. ર૧ :  એન્જીનીયરીંગ કોલેજ, રાજકોટ ખાતે ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટ પ્રાધ્યાપક અને એનર્જી સેલના સીઇઓ પ્રો. ભાવિનકુમાર દેવસીભાઇ કાનાણીને ઇન્ડિયન અચિવર્સ ફોરમ તરફથી શિક્ષા ભારતીય એવોર્ડથી  સન્માનિત કરવામાં આવ્યા છે.

આ એવોર્ડ એકેડમીક અને વહીવટીય કામગીરી માટેના એકસેલેન્સ માટે આપવામાં આવે છે. તેઓ દ્વારા સંસ્થા ખાતે ટેકનિકલ પેપર્સ, સંશોધન, વિવિધ સેમીનાર, વર્કશોપ, ટ્રેનીંગ પ્રોગ્રામ, એકસપર્ટ વ્યાખ્યાન તથા કન્સલ્ટન્સી પ્રોજેકટમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવવામાં આવી છે. પ્રો. ભાવિન કાનાણીને જી.ટી.યુ. તરફથી પણ ''ઇનોવેશન એવોર્ડ'' પણ મળેલ છે. સંસ્થાના પ્રિન્સિપાલ ડો. આર.જી. ધમસાણીયા અને પ્રો. એમ. વી. સંઘાણી તથા અન્ય હોદેદારોએ અભિનંદન પાઠવ્યા હતા.

(3:11 pm IST)
  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST

  • દિલ્હીની ટ્રેક્ટર રેલી અંગે પોલિસ અને ખેડૂતો વચ્ચે મંત્રણા : પ્રજાસત્તાક દિવસે ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢવાના છે તે સંદર્ભે દિલ્હીના ટોચના પોલીસ અધિકારીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે બેઠક ચાલુ થઈ છે. દિલ્હીના જોઇન્ટ પોલીસ કમિશનર એસ યાદવ સિંધુ બોર્ડર પાસે એક રિસોર્ટમાં પહોંચી ગયા છે. access_time 12:47 pm IST

  • બિહારમાં ગાઢ ધુમ્મસ છવાયું : બિહારમાં આજે મુઝફ્ફરંગર સહિત અનેક શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. સવારે વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. access_time 12:51 pm IST