Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિ વર્ષની રાજ્ય કક્ષાની ઉજવણી કરાશેઃ વિજયભાઈ રૂપાણી આજે જાહેરાત કરે તેવી શકયતા

રાજકોટ, તા. ૨૧ :. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે રાજકોટના મહેમાન બન્યા છે. તેઓના હસ્તે રાજકોટમાં અનેકવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત થઈ રહ્યુ છે ત્યારે આજે શ્રી વિજયભાઈ રૂપાણી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિ વર્ષની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવાની જાહેરાત કરે તેવી શકયતા છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીભાઈ મેઘાણીએ ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય જન-જન સુધી પહોંચે અને લોકો પણ ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય વાંચીને તેના વિચારો જીવનમાં ઉતારે તે માટે રજૂઆત કરી હતી. જેના પ્રત્યુત્તર રૂપે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ એક કમિટી બનાવવાની વિચારણા કરી હોવાનું પણ જાણવા મળ્યુ છે. જેમાં અધ્યક્ષ પદે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વરણી કરાઈ છે. આ ઉપરાંત સાહિત્ય ક્ષેત્રે કાર્યરત સાહિત્યકારોની વરણી કરાઈ છે.

(1:36 pm IST)
  • ભારતે મોકલેલ વેક્સીનનો જથ્થો ભૂટાનમાં આવી પહોંચ્યો access_time 5:09 pm IST

  • દેશની ચારેય ટોચની તપાસનીશ સંસ્થાઓને એક છત્ર હેઠળ લાવવા કસરત શરૃ : મોદી સરકાર ગંભીર રીતે દેશની ટોચની તમામ તપાસનીશ સંસ્થાઓને એક જ વડાના આધિપત્ય નીચે લાવવા ગંભીરતાથી વિચારી રહી છે જેમાં ઈડી (એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ), ડીઆરઆઈ (ડાયરેકટર ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ), ડીઓડબલ્યુ (ઈકોનોમીક ઓફેન્સ વિંગ) અને એફએસઆઈઓ (સીરીયસ ફ્રોડ ઈન્વેસ્ટીગેશન ઓફીસ) આ તમામને એક જ છત્ર નીચે અને એક જ અધિકારીના વડપણ હેઠળ લાવવા મોદી સરકાર માગે છે : આગામી ૧લી ફેબ્રુઆરીના કેન્દ્રીય બજેટમાં અથવા તો તેના પછી જાહેરાત થઈ શકે તેમ ન્યુઝ ફર્સ્ટ જણાવે છે. access_time 3:32 pm IST

  • અર્નવ ગોસ્વામીએ રાહુલ ગાંધીને ટેલીવીઝન ઉપર ૧૨૧ લાઈવ ડીબેટ માટે ચેલેન્જ કરી રાહુલ ગાંધીએ તેના ઉપર કરેલા આક્ષેપો સાબિત કરી આપે નહિં તો અદાલતમાં તેના અને કોગ્રેસ પક્ષ વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરશે access_time 5:35 pm IST