Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

સીદીભાઇ માખેલા પરીવારને રાજવી પરીવાર સાથે અનન્ય નાતો

રાજકોટ : અહીંના રણજીત વિલાસ પેલેસના આંગણે અનેરો હરખ છવાયો છે. રાજકોટના આંગણે ૧૭ માં ઠાકોર સાહેબ માંધાતાસિંહજીના રાજયાભિષેકને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સીદીભાઇ માંડણભાઇ માખેલા પરીવારને ત્રણ ત્રણ પેઢીથી રાજવી પરિવાર સાથે ચાલ્યા આવતા નાતાની વિગતો ભરતભાઇ સીદીભાઇ માખેલાએ તાજી કરી છે. તેમણે જણાવેલ કે અમારા પિતાશ્રી સીદીભાઇ ઠાકોર શ્રી પ્રદ્યુમનસિંહના એડીસી તરીકે સેવા આપતા હતા. તેમની સાથે મહીપતસિંહ, બહાદુરસિંહ અને મુળુભાઇ પણ એ સમયે એડીસી તરીકે સેવા આપતા હતા. માખેલા પરિવારને રાજવી પરીવાર સાથે અનન્ય નાતો હતો. ધર્મેન્દ્રસિંહજીના લગ્ન પ્રસંગ તેમજ શ્રી મનોહરસિંહજીની શ્રીફળવિધિ અને અન્ય કેટલાક પ્રોસેશનોની યાદગાર તસ્વીરો હજુએ માખેલા પરીવારે અકબંધ સાચવી રાખી છે. અલભ્ય કહી શકાય તેવા સ્મૃતિરૂપ ૧૦૦૦ જેટલા ફોટાઓનો સંગ્રહ સાચવી રાખ્યો છે. હાલ પી.ડબલ્યુ.ડી.માં ફરજ બજાવતા ભરતભાઇ સીદીભાઇ માખેલા (મો.૯૬૬૪૫ ૬૦૩૫૫) કહે છે કે આજે પણ અમારે એ સંબંધો અકબંધ છે. ઉપરોકત તસ્વીરોમાં શ્રી મનોહરસિંહજી, શ્રી માંધાતાસિંહજી અને શ્રી જયદીપસિંહજી સાથે ભરતભાઇ માખલા નજરે પડે છે.

(4:00 pm IST)