Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

વાત્સલ્ય રેલાવતી શોર્ટ ફિલ્મ 'માં'

નવી પેઢીને મેસેજ પહોંચાડવાનો ઇઓસમોસ પ્રોડકશનનો નવતર પ્રયોગ

રાજકોટ તા. ૨૧ : માં ના વાત્સલ્યને ફિલ્મી પડદે રજુ કરવા શોર્ટ ફિલ્મના માધ્યમથી ઇઓસમોસ પ્રોડકશન હાઉસ દ્વારા સુંદર પ્રયાસ કરાયો છે.

'અકિલા' ખાતે આ અંગેની વિગતો રજુ કરતા ટીમ ઇઓસમોસે જણાવેલ કે હાલ જનરેશન ગેપ વધી રહ્યો છે. માની મમતા શું કહેવાય તે આજની પેઢી સમજી શકતી નથી. આજે માતા પિતાને રજડતા મુકી દેનાર સંતાનોની આંખ ઉઘડે તેવા આશયથી આ શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે.

'માં' શીર્ષક તળે તૈયાર કરાયેલ આ શોર્ટ ફિલ્મમાં વૃધ્ધાશ્રમમાં જઇને જીવંત દ્રશ્યો કંડારવામાં આવ્યા છે. પ્રોડકશન હાઉસની ઇપીએચ એન્ટરટેઇનમેન્ટ ચેનલમાં રીલીઝ થયેલ આ ફિલ્મના ડાયરેકટર રાઇટર હામીદ શેખ છે. પ્રોડયુસર મોતીભાઇ રાતડીયા અને આસીસ્ટન પ્રોડયુસર વિવેક ઝાલા છે.

પ્રોડકશન મેનેજર જીગીશા ચાવડા છે. કાસ્ટ- સેજાદખાન, મોનલ પટેલ, નીમલ આશર, શોભના જાદવ, જયદેવ ડોડીયા, આરૂષી ચાવડા, જીગીશા ચાવડા, તુષાર પ્રજાપતિએ અભિનય આપેલ છે. મ્યુઝીક પ્રશાંત સરપદડીયા, રેકોર્ડીંગ રોકી જયસીંગ, ડબીંગ પીન્ટુભાઇ પરમારે કરેલ છે.

સ્વર દર્શના ત્રિવેદીએ આપ્યો છે. લીરીકસ નમન પંડયા, મેકઅપ સોહેલ સીદીકકીએ કરેલ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સેજાદખાન (મો.૮૦૦૦૫ ૨૦૦૦૮), જીગીશા ચાવડા (મો.૮૧૬૦૭ ૦૯૩૮૫) અને ટીમ ઇઓસમોસ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:59 pm IST)