Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

સગીરાના અપહરણના ગુન્હામાં ફરાર ધવલ ઉર્ફે ગોપાલ પકડાયો

ભકિતનગર પોલીસે લુહાર શખ્સને અડવાણાથી દબોચ્યો

રાજકોટ, તા. ર૧ : કોઠારીયા ચોકડી પાસેથી સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરવાના ગુન્હામાં ફરાર લુહાર શખ્સને ભકિતનગર પોલીસે પોરબંદરના અડવાણા ગામ પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના કોઠારીયા ચોકડી પાસેથી બે માસ પહેલા સગીરાને ધવલ ઉર્ફે ગોપાલ નામનો શખ્સ લલચાવી ફોંસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી જતા ભકિતનગર પોલીસે ધવલ ઉર્ફે ગોપાલ વિરૂદ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. જેબલીયા, હેડ કોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ તથા સલીમભાઇ મકરાણી અને વાલજીભાઇ જાડા સહિત અપહૃત સગીરાની તપાસમાં હતાં તે દરમિયાન હેડ કોન્સ. સલીમભાઇ અને વાલજીભાઇને મળેલી બાતમીના આધારે પોરબંદરના અડવાણા ગામમાં ધવલ ઉર્ફે ગોપાલ લલીતભાઇ ડોડીયા (ઉ.વ.૩ર) (રહે. હાલ અડવાણ તથા રાજકોટ સહકાર રોડ ઇન્દીરાનગર) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:54 pm IST)