Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપ દ્વારા કાલે મહારકતદાન કેમ્પ

૭૧ માં પ્રજાસત્તાક દિન નિમિતે ૭૧૦૦ યુનિટ રકતદાનના સંકલ્પમાં સહભાગી બનશે : વહીવટી તંત્રની સાથે રહી શહેરમાં નવ સ્થળોએ એક સાથે રકતદાન કેમ્પ : વધુને વધુ લોકોએ રકતદાન કરવા અનુરોધ

રાજકોટ તા. ૨૧ : સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે લોહી મળી રહે તે હેતુથી શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપ દ્વારા કાલે તા. ૨૨ ના બુધવારે રાજકોટમાં મહારકતદાન કેમ્પનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના આગેવાનોએ જણાવેલ કે આ વખતે ૭૧ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ચાલી રહી છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી રાજકોટ ઉપરાંત જિલ્લાભરમાં રકતદાન કેમ્પો યોજીને ૭૧૦૦ યુનિટ રકત એકત્ર કરવા સંકલ્પ કરાયો છે.

જેના ભાગરૂપે કાલે તા. ૨૧ ના રાજકોટ શહેરમાં નવ સ્થળોએ એક સાથે રકતદાન કેમ્પના આયોજન કરવામાં આવ્યા છે.

(૧) સોરાષ્ટ્ર યુનિવર્સિટી, (ર) એસ.આર.પી. કેમ્પ મવડી, (૩) રેલ્વે હોસ્પિટલ જામનગર રોડ, (૪) આત્મીય યુનિવર્સિટી, (પ) આર. કે. યુનિવર્સિટી ભાવનગર રોડ, (૬) લાભુભાઇ ત્રિવેદી એન્જી. કોલેજ કણકોટ, (૭) એસ. પી.જી. બાપા સીતારામ ચોક મવડી, (૮) બી.આર.સી. કોઠારીયા, (૯) લાઇફ બિલ્ડીંગ રેસકોર્ષ રીંગરોડ ખાતે  કાલે તા. ૨૨ ના બુધવારે સવારે ૮ થી પ સુધી યોજાનાર આ મહારકતદાન કેમ્પમાં વધુને વધુ સંખ્યામાં રકતદાન કરવા જાહેર અનુરોધ કરાયો છે.

જેમાં રાજકોટ સીવીલ હોસ્પિટલ ઉપરાંત અમદાવાદ, જામનગર અને ભાવનગર હોસ્પિટલની બ્લડ બેંકો સેવા આપશે.

રાજકોટના કેમ્પ બાદ તા. ૨૩ ના  જિલ્લાભરમાં રકતદાન કેમ્પો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત કરાયા છે.

રાજકોટ ખાતે યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પ માટે ડી.ડી.ઓ. અનિલ રાણાવસ્યા, મેડીકલ ડીન ડો. ગૌરવીબેન ધ્રુવ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી, ડો. કૃપાલ પુજારા, ડી.એમ.ઓ. શ્રી ઉપાધ્યાય, ડો. મનસ ત્રિવેદી, નરેન્દ્રભાઇ દવે વગેરેના માર્ગદર્શન હેઠળ શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનય જસાણી (મો.૯૪૨૪૨ ૦૦૬૬૦), જે. વી. શાહ (રીટાયર્ડ રોડ સેફટી સીઇઓ), રાહુલ ધામી, પરેશ વાઘાણી, કુમાર દોશી, તેજશ સોઢા સી.એ., પ્રતિક વોરા સી.એ., અશોક બુશા, વિલ્યમ પુજારા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

બીગ એફ.એમ. ૯૨.૭ રેડીયો પાર્ટનર તરીકે જોડાયેલ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા વિનય જસાણી, નિવૃત્ત રોડ સેફટી સીઇઓ જે. વી. શાહ, રાહુલ ધામી, પરેશ વાઘાણી, તેજસ સોઢા- સી.એ., પ્રતિક વોરા (સી.એ.) નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:45 pm IST)