Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

યુરોપ જેવું સુંદર ફરવાનું સ્થળ એટલે તુર્કીઃ ખર્ચ પણ ઓછોઃ જોવાલાયક સ્થળોની વણઝાર

તુર્કી ટુરિઝમના પ્રમોશન માટે રાજકોટ આવ્યા ટુરિઝમ આથોરીટીનાં માન્ય મિસ દારયા ટોપલ તથા બુતુલ યેસીલીમાકઃ યાદગાર પ્રવાસનું ડેસ્ટીનેશન છે તુર્કીઃ બેસ્ટ ટુર્સ પ્રા.લી સાથે મળી સૌરાષ્ટ્રને આપી અનોખી પ્રારંભિક ઓફર

રાજકોટ,તા.૨૧: તાજેતરમાં તુર્કા દેશના પ્રમોસન માટે તુર્કી ટુરિઝમ નાં માન્ય મેડમ દારિયા ટોપલ તથા શ્રી બુલુત યેસીલીમાક રાજકોટ મુલાકાતે આવેલ છે. સૌરાષ્ટ્ર ના અગ્રગણ્ય ટુર ઓપરેટર એવા બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રા. લી. સાથે મળીને એક અભૂતપૂવે પ્રારીભિક ઓફર લાવેલ છે. સૌરાષ્ટ્ર ની પ્રવાસ શોખીન જનતા એ દુબઈ - સિંગાપોર , થાઇલેન્ડ વગેરે દેશોના પ્રવાસો કરી લીધા પછી યુરોપનું બજેટ ન હોય ત્યારે યુરોપ જેટલુ જ સુંદર એવું ડેસ્ટીનેશન એટલે તુર્કી , જે યુરોપ કરતા ૫૦% કરતા પણ વધુ ફાયદાકારક ભાવ થી મળતું હોવાથી ખુબજ આકષેક રહે છે.

આમ પણ તુર્કી યુરોપ અને રશિયા ની બોર્ડર પર આવેલ એક અનોખો અને સુંદર દેશ છે. જયાં ઐતિહાસિક કલ્ચર અને મોડને લાઈફ નો તાલમેલ જોવા મળે છે. મેટ્રોસીટી ઇસ્તાનબુલ તેની બ્લુ મોસ્ક,ગ્રાન્ડ બજાર ઉપરાંત ર૪ કલાક જાગતું ભાગતું એવું તકસીમ સ્કવેર બજારને કારણો અનોખી છાપ પૂરી પાડે છે. જયારે કાપાડોસીયા તેના થીજેલા લાવા રસ પર્વતો અને અકલ્પનીય અન્ડરગ્રાઉન્ડ સીટી અને તુર્કી કલ્ચરલ શો માટે પ્રખ્યાત છે. જગતભરમાં સૌથી વધુ સંખ્યા માં હોટએર બલુન આ શહેર માં જોવા મળે છે. ગોવા,કોવાલમ જેટલાજ આકષર્ક બીચ ધરાવતું એક પ્રખ્યાત સ્થળ એટલે અન્તાલ્યા, સારા રીસોટ ઉપરાંત પ્રખ્યાત ટર્કાશબાથનું ઉદભવસ્થાન એટલે અન્તાલ્યા,પામુકાલે તેના નેચરલ મીનરલ હોટ બાથ માટે જાણીતું સ્થળ છે.

જયારે કુસાદાસી ઐતિહાસિક વેલ્યુ માટે વિઝીટ કરવા જેવું સ્થળ છે. ત્યાં આવેલ એમ્ફસસ સીટી એક વલ્ડે હેરીટેજ સાઇટ છે. જે ૨૦૦૦ વષે જુનું એક શહેર છે. જયાં તે સમયનાં ઘર તથા કલ્ચર વગેરે સાચવી રાખવામાં આવેલ છે. જ આપણને ત્યાર ના માણસો ના રીત-રીવાજ ,વિવેક -બુદ્ઘિ અને જુના આર્કીટેકચરનો અભ્યાસ આપે છે. ઇઝમીર તુર્કા નું અન્ય મોટા શહેરો માં નું એક સ્થળ છે. જે અત્યારની મોડર્ન લાઈફ સાથે તાલમેલ દર્શાવતો અનુભવ છે.

આમ તુર્કી જવાથી એક ટુરમાં પ્રવાસીઓને અનેક અલગ અલગ પ્રકારના માહોલ ઉપરાંત ઇતિહાસ અને કુદરતના સ્વરૂપો જેવા કે વોલ્કેનોના થીજી ગયેલા પર્વતો ,વલ્ડે ફેમસ બીચ,ઐતિહાસિક સ્થળો ઉપરાંત મોડન અર્બન લાઈફનાં અદ્ભુત સાંઇટસીઈંગ નો અનુભવ એક દેશમાં અનેક સ્વરૂપે મળશે. બેસ્ટ ટુસેના સથવારે એક નવા ડેસ્ટીનેશનનાં પ્રારંભીક ઓફેસનો લાભ લેવા એક ખાસ યાદી આપવામાં આવેલ છે. વધુ માહિતી માટે રૂબરૂ સંપર્ક અથવા કોલ વત્સલ કારીયા મો. ૮૦૦૦૫૦૦૦૫૦/ ૦૨૮૧૬૧૩૦૦૦૦ તેમ યાદીમાં જણાવાયું છે.

(11:32 am IST)