Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

પખવાડીયા પહેલા દાઝી ગયેલા જુનાગઢના જેબુનબેનનું મોત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૨૧: જુનાગઢમાં બિલખા રોડ પર આંબેડકરનગરમાં રહેતાં જેબુનબેન અમિનભાઇ સમા (ઉ.૬૫) પખવાડીયા પહેલા રસોઇ બનાવતાં હતાં ત્યારે વખાર કરતી વખતે ભડકો થતાં દાઝી જતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન ગત સાંજે તેમનું મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

જેબુનબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમના પતિનું આઠેક મહિના પહેલા હાર્ટએટેકથી અવસાન થયું હતું. મૃતક તેમના પુત્ર સહિતના પરિવારજનો સાથે રહેતાં હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી જુનાગઢ પોલીસને જાણ કરી હતી.

(11:30 am IST)