Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ભાજપના શાસનમાં ઉદ્યોગકારોને સુવર્ણ યુગની અનુભૂતિઃ મદલાણી

રાજકોટ તા.૨૧: ઔદ્યોગિક ક્રાંતિનું મોડેલ સ્ટેટ બની રહેલા ગુજરાત રાજ્યમાં ઉદ્યોગોકારો અંને રોકાણકારો માટે ભાજપ સરકારના શાસન દરમિયાન સુવર્ણ યુગ સાબિત થઇ રહ્યાનું રાજકોટ જિલ્લા ભાજપ ઉદ્યોગ સેલના કન્વીનર દિપક મદલાણીએ જણાવ્યું છે.

ઓગણીસમી સદીની શુરૂઆતથી જ ગુજરાત વારંવાર ઔદ્યોગિક ક્રાંતિનું સાક્ષી બન્યું છે. વિપુલ પ્રમાણમાં વૈવિધ્ય અને સાંસ્કૃતિક વૈભવ ધરાવતી ગુજરાતની ધરતી પર ગુજરાતનો અન્ય દેશો સાથેનો સીધો સંબંધ જોવા મળે છે. એમાંય કચ્છના વેપારીઓ તો છેક ઓમાન, ગ્રીસ,અનેરોમ જેવા દેશો સાથે જોડાઇ અન્ય દેશોના સીધા સંપર્કમાં આવ્યા. પુરાતત્વીય ઉત્ખલનમાં મળેલા ચલણી સિક્કાથી સાબિત થયું છે કે અન્ય દેશો સાથે વસ્તુ વિનિમયની પરંપરા ગુજરાતમાં પ્રસ્થાપિત હતી.

રાજકોટ જિલ્લા ભાજપ ઉદ્યોગ સેલના કન્વિનર દિપક મદલાણીએ ઉમેર્યુ છે કે ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ શાસનધૂરા સંભાળી ત્યારથી ગુજરાત રાજ્યમાં ઔદ્યોગિક ક્રાંતિનો ઉદ્દય થયો છે. વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતને સ્ટેટ મોડેલ બનાવવાનુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને પુરૃં કરવા કમર કસી છે. ગુજરાતની ૨૦૦૯ની ઔદ્યોગિક નીતિએ ઉદ્યોગોનો અમર્યાદ વિકાસ સાધ્યો છે. ગુણવત્તા સભર આવૃતિઓને કારણે ભારતભરમાં ગુજરાતે સૌથી વિકાસ કરતા રાજ્ય તરીકેનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે.

ગુજરાત ભારતનું સૌથી વધુ નિકાસ કરતુ રાજ્ય છે. રત્નો અને ઘરેણાની નિકાસ ૨૫ ટકા કરતા પણ વધુ છે. આ દિશામાં ઉત્પાદન થાય તદ્દઉપરાંત રોજગાર વધે તે માટે ગુજરાત સરકાર સેઝને પ્રોત્સાહન આપી રહી છે. આ ક્ષેત્રે મલ્ટી પ્રોડકટ સેઝ અને સેકટર સ્પેસિફિક સેઝનો ખ્લા વધુ વિકાસલક્ષી છે, જેમાં ટેકસટાઇલ, ફાર્મા, એન્જિનીયરિંગ, કેમિકલ,સિરામીક, રત્નો,જવેલરી અને આઇટી સેકટરનો સમાવેશ થાય છે. તેમ ગુજરાતની ઔદ્યોગીક ક્રાંતિનું ગૌરવ લેતા દિપક મદલાણીએ જણાવ્યું છે.

(11:29 am IST)