Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

શાળાનં.૧૦માં નિર્માણાધીન બાંધકામનું ચેકીંગ કરતા મનીષ રાડીયા

રાજકોટઃ મહાનગરપાલિકાના શાસકો દ્વારા લોક વિકાસના લોકઉપયોગી જુદા જુદા કામો મંજુર કરાવવામાં આવે છે તેવા જ એક ભાગરૂપે શહેરના નિરાધાર અને ઘરવિહોણા લોકો માટે વોર્ડ નં. ૩માં હોસ્પિટલ ચોક પાસે આવેલ ડો.બી.આર. આંબેડકર શાળા નં. ૧૦માં આવેલ જુનું બિલ્ડીંગ પાળીને તે જગ્યાએ નવું રેનબસેરા (ડોરમેટરી) બનાવવાનું મંજુર કરવામાં આવેલ છે. આ કામની સ્થળ મુલાકાત લેતાં બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઇ રાડીયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ જણાવેલ છે કે આ કામગીરીમાં ૭૫ % ગ્રાન્ટ કેન્દ્ર સરકાર અને ૨૫% ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવશે. આ કામગીરી અંદાજીત રૂ. ૨.૨૯ કરોડના ખર્ચે થશે. આ બાંધકામ ભૂકંપ પ્રતિરોધક અને ફ્રેમસ્ટ્રકચર આધારિત રહેશે. આ રેનબસેરામાં પુરૂષો અને સ્ત્રીઓ માટે બે અલગ અલગ યુનિટ રહેશે. તેમજ ેમાં બંકબેડ (ગાદલું, ઓશિકા તેમજ ચાદર) ની સુવિધા સાથે કોમન કિચન, ઓફિસ રૂમ, સ્ટોર રૂમ, લીફટ વિગેરેની સુવિધા રહેશે. બિલ્ડીંગની છત ઉપર વોટર પ્રુફીંગ ટ્રીટમેન્ટ સહિતનું લેયર બિલ્ડીંગની બહાર આશાર્ક કલર કામ કરવામાં આવશે. દરેક યુનિટને પાણી મળી રહે તે મુજબ ઓવરહેડ પાણીની ટાંકી તેમજ અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી મુકવામાં આવશે. બાથરૂમ તેમજ ટોઇલેટમાં લીન્ટલ લેવલ ગ્લેઝડ ટાઇલ્સ, વોટર પ્રુફ ફલશ ડોર તેમજ એફ આરપી દરવાજા, એમ.એસ. સેકશનની બારીઓ, ડોરમેટરી ફરતે કમ્પાઉન્ડ વોલનું બાંધકામ, આંતરિક રસ્તાઓ, ભુગર્ભ ગટર તેમજ પીવાના પાણીની લાઇનો સાથે સુદ્રઢ આયોજન કરવામાં આવશે તેમ અંતમાં જણાવેલ.(૧.૧૯)

(3:47 pm IST)