Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

પડધરીમાં જયેશભાઇ તળપદાની દુકાનમાં ૯૭ હજારના મોબાઇલની ચોરી

રાજકોટ તા ૨૧ : પડધરીમાં મોવૈયા સર્કલ પાસે આવેલ પટેલ યુવાનની મોબાઇલની દુકાનને નિશાન બનાવી રૂ ૯૭,૦૦૦/- ના મોબાઇલ તસ્કરો ચોરી જતા ફરિયાદ થઇ છે.મળતી વિગત મુજબ રાજકોટ દોઢસો ફૂટ રોડ પર આસ્થા એવન્યું બ્લોક નં.૩૮ માં રહેતા જયેશભાઇ રમેશભાઇ તળપદા (ઉ.વ.૩૪) જી ગતા તાઉ૧૮ ના રોજ પડધરીમાં મોવૈયા  સર્કલ પાસે આવેલી રાધીકા મોબાઇલ નામની દુકાનના તસ્કરોએ શટરના તાળા તોડી તેમાંથી રૂ ૯૭૦૦૦/- ની કિંમતના ૧૩ મોબાઇલ ચોરી ગયા હતા. બીજા દિવસે જયેશભાઇ દુકાને આવ્યા ત્યારે દુકાનના શટરના તાળા તુટેલા અને અંદર સામાન વેરવીખેર જોતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. બાદ જાણ કરતા પડધરી પોલીસે જયેશભાઇ પટેલની ફરીયાદ દાખલ કરી તપાસ આદરી છે.

(3:43 pm IST)