Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

કાલાવડ રોડ પર સટ્ટો રમતાં રાજેશ દેસાણીને તાલુકા પોલીસે પકડ્યો

રાજકોટ તા. ૨૧: કાલાવડ રોડ પર એવરેસ્ટ પાર્ક પાસે ઓસ્ટ્રેલિયામાં ચાલતી ક્રિેકેટ મેચ પર એક શખ્સ સટ્ટો રમાતો હવાની બાતમી પરથી તાલુકા પોલીસે દરોડો પાડી ધરપકડ કરી હતી.

પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ આર. બી. જાડેજા, એચ.ડી. ચુડાસમા, અરજણભાઇ, વિરેન્દ્રસિંહ, જયંતિભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે કોન્સ. હિરેનભાઇ સોલંકીને બાતમી મળી હતી કે બ્લુ ટી-શર્ટ પહેરીને એવરેસ્ટ પાર્ક પાસે ઉભેલો શખ્સ મોબાઇલ ફોનમાં ડાયમંડ એપ્સ ડાઉનલોડ કરી સટ્ટો રમે છે. આ બાતમી પરથી આ શખ્સને સકંજામાં લઇ તપાસ કરતાં તે સટ્ટો રમતો જણાતાં ધરપકડ કરી હતી. પુછતાછમાં પોતાનું નામ રાજેશ વિષ્ણુભાઇ દેસાણી (ઉ.૩૪-રહે. એવરેસ્ટ પાર્ક, માધવ બંગલા નં. ૫) જણાવ્યું હતું. તેની પાસેથી રોકડા ૭ હજાર, ફોન મળી ૧૨ હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. કોન્સ. અશોકભાઇ ડાંગર વધુ તપાસ કરે છે.

(3:43 pm IST)