Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

નવલનગરમાં ૧૩ વર્ષના અમિતને મેહુલે ગાળો દીધીઃ ના પાડતાં છરી બતાવી ધમકી

રાજકોટ તા. ૨૧: મવડી રોડ પર નવલનગર-૯માં હિંગળાજ કૃપા ખાતે રહેતાં અને ગુરૂપ્રસાદ ચોકમાં નાસ્તાની લારી રાખી ગુજરાન ચલાવતાં રાજેશભાઇ જસરાજભાઇ મેણીયા (કોળી) (ઉ.૪૦)ને તે રવિવારે ઘર નજીક હતો ત્યારે મેહુલ ધનજીભાઇ જેઠવાએ આવી રાજેશભાઇના દિકરા અમિત (ઉ.૧૩)ને ગાળો દઇ છરી બતાવી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

રાજેશભાઇના કહેવા મુજબ તેનો દિકરો અમિત ગભરાયેલી હાલતમાં ઘરે આવતાં તેને શું થયું? તેમ પુછતાં તેણે કહેલ કે મેહુલ જેઠવા કારણવગર ગાળો દેતો હોઇ ગાળો દેવાની ના પાડતાં છરી બતાવી ધમકી આપી હતી. માલવીયાનગરના પીએસઆઇ એ.આર. મલેકે ગુનો દાખલ કરી મેહુલની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

(3:42 pm IST)