Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

આશાપુરા માતાજીના મંદિરે 'માં અંબા પ્રાગટય ઉત્સવ'ની ઉજવણી

રાજકોટ : અહીંના પેલેસ રોડ પર આવેલ શ્રી આશાપુરા માતાજીના મંદિર ખાતે આજે 'માં અંબા પ્રાગટય દિવસ' નિમિતે ધ્વજા રોહણ અને વિશેષ આરતી પૂજન કરવામાં આવ્યા હતા. બહેનોએ માતાજીના રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. માઇ ભકતોએ માં આશાપુરાના દર્શન કરી મહોત્સવનો લ્હાવો લીધો હતો. તેમ વિનોદભાઇ પોપટની યાદીમાં જણાવાયુ છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૫)

(3:33 pm IST)