Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતો મગન રોજાસરા ઝડપાયો

રાજકોટ, તા. ર૧ : રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. શ્રી સંદીપ સિંહે આર.આર. સેલના પો.સ.ઇ.શ્રી એમ.પી. વાળાને સુચના કરેલ જે અન્વયે સેલના શિવરાજભાઇ ખાચરને મળેલ હકીકત આધારે સ્ટાફના કુલદીપસિંહ ચુડાસમા તથા ભરતસિંહ પરમારે ૩ માસથી નાસતા-ફરતા આરોપી મગન ઉર્ફે મગો રાયસીંગભાઇ રોજાસરા રહે. શિવનગર શેરી નં. ૧, ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટ વાળાનાઓને રાજકોટ ખાતેથી ધોરણસર અટક કરી આગળની ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીની પૂછપરછ દરમ્યાન પોતે રાજકોટ શહેરના પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનના ર ઇંગ્લીશ દારૂના ગુનામાં પોતાનું નામ ખૂલેલ અને તેમાં પણ પોતે નાસતો-ફરતો હોય આ બાબતે પ્ર.નગર પો.સ્ટે.ને જાણ કરવામાં આવેલ છે. (૮. ૧૬)

(3:27 pm IST)