Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

તંત્રની તિજોરી ભરાવા લાગી...

વાહન વેરો બમણો થતા ૧૦ મહીનામાં લક્ષ્યાંક પુરો

કોર્પોરેશનને વાહન વેરાની ૧૩ કરોડની આવકઃ ૪૮ હજાર વાહનો વેંચાયા

રાજકોટ તા.૨૧: શહેરમાં ૧ એપ્રિલ થી ૧૯ જાન્યઆરી ૨૦૧૯ સુધીમાં   ૪૮,૬૧૭ ટુ અને ફોર વ્હીલર વાહનો વેચાતા રૂ. ૧૩૦ કરોડની આવક થવા પામી છે. વાહન વેરાનાં ૧૩ કરોડનો  લક્ષ્યાંક પુર્ણ થયાનું આસી.મેનેજર શ્રી ઘોણીયાએ જણાવ્યુ હતુ.  આ અંગે કોર્પોરેશનનાં વાહનવેરા વિભાગ માંથી મળતી પ્રાપ્ત માહિતી મુજબ તા.૧ એપ્રિલ ૨૦૧૮ થી તા. ૧૯ જાન્યુઆરી ૨૦૧૯   સુધીમાં ૧૨ પ્રકારના ૪૮, ૬૩૭ વાહનો વેચાતા કુલ રૂ. ૧૩૦,૩૨૫,૨૮૦ની આવક થવા પામી છે.  વાહન વેરાનો મુળ ૧૩ કરોડ લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે, તંત્ર દ્વારા ગત વર્ષથી વાહનની કિંમતનાં ૧ ટકા લેખે વેરો વસુલવામાં આવે છે.

(3:19 pm IST)