Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

માર્કેટ યાર્ડ સામે બગીચા પાસે અને કુબલીયાપરામાં જાહેરમાં જૂગાર રમતાં ૮ પકડાયાઃ ડીસીબી અને થોરાળા પોલીસના દરોડાઃ જસરાજનગરના વિશાલને ૨૪ બોટલ દારૂ સાથે પકડી લેવાયો

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચે રાજકોટ બાયપાસ નેશનલ હાઇવે પર માર્કેટ યાર્ડસામે આવેલા બગીચામાં જાહેરમાં જૂગાર રમી રહેલા પ્રફુલ નરભેરામ નિમાવત (રહે. સરધાર), અતુલ વલ્લભભાઇ રામાણી (રહે. દુધ સાગર રોડ), રાજેશ વિનુભાઇ સારલા (રહે. યાર્ડ પાછળ) અને દિલીપ કાળુભાઇ જાંબુકીયા (રહે. લાલપરી મફતીયાપરા)ને પકડી લઇ રૂ. ૫૬૩૦ કબ્જે લીધા હતાં. એસીપી જયદિપસિંહ સરવૈયા અને પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ એમ. બી. જાડેજા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, ફિરોઝભાઇ શેખ, યોગેન્દ્રસિંહ જાડેજા, યોગીરાજસિંહ, તોરલબેન જોષી, અમીતભાઇ, સોકતભાઇ,  સહિતે આ દરોડો પાડ્યો હતો.

આ ઉપરાંત ક્રાઇમ બ્રાંચના મહિલા કોન્સ. તોરલબેન જોષીની બાતમી પરથી મવડી ૧૫૦ રીંગ રોડ પર રાધે ચોકડી અંદર જસરાજનગર-૫/૬ના ખુણે રહેતાં વિશાલ કાળુભાઇ ભડેલીયાના ઘરમાંથી રૂ. ૯ હજારનો ૨૪ બોટલ દારૂ ક્રાઇમ બ્રાંચની ટીમે કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં કુબલીયાપરા-૧૪/૧૩ના ખુણે જાહેરમાં ગંજીપાનાથી અંદર બહારનો પાટલાનો જૂગાર રમી રહેલા વિરૂ બાબુભાઇ સોલંકી (રહે. કુબલીયાપરા), દિનેશ કરસનભાઇ લીંબોલા (રહે. થોરાળા મનહરપરા-૧), નિતેશ કિશનભાઇ પરમાર (રહે. કુબલીયાપરા) તથા ગીરધર જેન્તીભાઇ પોકીયા (રહે. ગુંદાસરા તા. જામકંડોરણા)ને પકડી લઇ રૂ. ૯૬૦૦ કબ્જે લીધા હતાં. પી.આઇ. એસ. એન. ગડ્ડુની રાહબરીમાં પીએસઆઇ પી.ડી. જાદવ, એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, હેડકોન્સ. ભુપતભાઇ, મુકેશભાઇ, વિજયભાઇ, કનુભાઇ, ધમભા, રોહિતભાઇ અને આશિષભાઇએ દરોડો પાડ્યો હતો.

(12:03 pm IST)