Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

વિજયભાઇ બાવડાને બાઇક પરથી ખેંચી પછાડી લાકડી-પાઇપના ઘાઃ એક પગ ભાંગી નાંખ્યો

સહકાર રોડ પર રઘુવીર સોસાયટીમાં બનાવઃ ચૂંટણી વખતે થયેલા ડખ્ખાનો ખાર ઉતાર્યો : પાડોશી નારણ ખુંગલા, લાભુભાઇ ખુંગલા અને બે અજાણ્યાએ ખૂનની ધમકી પણ દીધાની ફરિયાદ

રાજકોટ તા. ૧૧: સહકાર રોડ પર રઘુવીર સોસાયટી-૩માં રવેચી કૃપા ખાતે રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં વિજયભાઇ રામભાઇ બાવડા (ગઢવી) (ઉ.વ.૪૭) પર રાત્રે તેમના જ પડોશીઓ  સહિતે બાઇક પરથી ખેંચીને પછાડી દીધા બાદ લાકડી-પાઇપથી બેફામ માર મારી પગ ભાંગી નાંખતાં  સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

બનાવની જાણ હોસ્પિટલ ચોકી મારફત થતાં ભકિતનગરના પીએસઆઇ એસ. એન. જાડેજાએ ત્યાં પહોંચી વિજયભાઇના પત્નિ રામબાઇબેન (રમાબેન) બાવડા (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી તેના પડોશીઓ નારણ લાભુભાઇ ખુંગલા (આહિર) અને લાભુભાઇ આપાભાઇ ખુંગલા તથા બે અજાણ્યા સામે આઇપીસી ૩૨૬, ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. વિજયભાઇ ઘર પાસે બાઇક હંકારીને જતાં હતાં ત્યારે જુના મનદુઃખનો ખાર રાખી તેને બાઇક પરથી ખેંચીને પછાડી દીધા બાદ નારણ, લાભુભાઇ અને બે અજાણ્યાએ લાકડી-પાઇપથી આડેધડ માર માર્યો હતો. જેમાં ડાબો પગ ભાંગી ગયો હતો.

ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી પણ અપાઇ હતી. વિજયભાઇએ હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે ગત આરએમસીની ચૂંટણીમાં તેની ઇકો ગાડી મામલતદાર કચેરી હસ્તક ચૂંટણીના કામ માટે વોર્ડ નં. ૧૩, ૧૪, ૧૫માં મુકવામાં આવી હતી. તે વખતે ગાડી લઇ પોતે ઘરે આવતાં હોઇ પડોશીઓએ ઘર પાસે કાર લાવવી જ નહિ તેમ કહી ઝઘડો કરતાં ત્યારે તેણે પોલીસને જાણ કરી હતી. એ બાબતનું મનદુઃખ હોઇ આ હુમલો કરાયો હતો.

(1:06 pm IST)
  • એશિયામાં ફરી કોરોનાએ મોઢું ફાડ્યું: એર એશિયાએ ઉડ્ડયનો બંધ કર્યા એશિયામાં કોરોના ના કેસો ફરી વધવા લાગતાં એર એશિયાએ તેના લગભગ તમામ વિમાનો જમીન પર ઉતારી લીધા છે અને ઉડ્ડયન બંધ કર્યું છે તેમ ન્યૂઝફર્સ્ટ જણાવે છે. access_time 6:29 pm IST

  • FSSAI દ્વારા ખાધપદાર્થોના ધંધાર્થીઓ માટે 1 ઓક્ટોબર 2021 થી તમામ ઇનવોઈસ / બીલમાં તેમનો FSSAI લાયસન્સ નમ્બર લખવાનું ફરજીયાત કર્યું છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 5:14 pm IST

  • શામળાજી- હિંમતનગર હાઈવે પર જૈન સાધ્વીજીની ભાળ નહિં મળતા ભારે ચિંતા અરવલ્લી : શામળાજી - હિંમતનગર હાઈવે ઉપર વિહાર કરતા ૩૮ વર્ષીય જૈન સાધ્વીની ભાળ નહિં મળતા ચિંતાનું મોજું : શામળાજી પોલીસમાં જાણ કરવા તજવીજ થઈ રહ્નાના ન્યુઝ ૧૮ ગુજરાતી ટીવી ચેનલના અહેવાલો છે access_time 5:47 pm IST