Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

રાજ્ય સરકારે અનલોકમાં વધુ છૂટછાટ આપતા

કાલથી સુના બગીચામાં બાળકોનો કિલકિલાટ : સવારે ૬થી સાંજે ૭ સુધી ખુલ્લા રહેશે

આજે તમામ બાળક્રિડાંગણોના સાધનોને સેનીટાઇઝ કરવાની સૂચના આપતા સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ અને સેનીટેશન ચેરમેન અશ્વિન પાંભર : ૧ાા મહિના બાદ બગીચાઓ ખુલતા શહેરીજનોમાં આનંદ - ઉલ્લાસ

રાજકોટ તા. ૧૦ : કોરોનાની બીજી લહેર અત્યંત ઝડપથી ફેલાતા સરકારની સૂચનાથી બંધ થયેલ શહેરના રેસકોર્ષ સહિતના જાહેર બગીચાઓ હવે અનલોકની પ્રક્રિયામાં આવતીકાલથી સવારે ૬થી સાંજે વાગ્યા સુધી ખુલ્લા રાખવાની સરકારે છૂટ આપતા આવતીકાલે તા. ૧૧થી છેલ્લા ૧ાા મહિનાથી સુના પડેલા બગીચાઓ - બાળક્રિડાંગણોમાં બાળકોનો કિલકિલાટ ગુંજશે અને લોકોની ચહલ-પહલ સાથે આનંદ - ઉલ્લાસનું વાતાવરણ સર્જાશે.

અંગે સત્તાવાર જાહેર થયેલ વિગતો મુજબ કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીની તીવ્રતામાં ઘટાડો થતા, આંશિક લોકડાઉનમાં રાહતના ભાગરૂપે રાજય સરકારશ્રીની ગાઈડલાઈન અન્વયે આવતીકાલ તા.૧૧/૦૬/૨૦૨૧થી રાજયના તમામ બાગ-બગીચા સવારે થી સાંજે વાગ્યા સુધી લોકોના ઉપયોગ માટે ખુલ્લા રાખવાની છુટ આપવામાં આવી છે.

જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના નાના મોટા અંદાજે ૧૫૩ બાગ-બગીચા આવતીકાલથી સવારે થી સાંજે વાગ્યા સુધી શહેરીજનોના ઉપયોગ ખુલ્લા રાખવામાં આવનાર છે.

નિર્ણયનાં અનુસંધાને તમામ બાગ-બગીચાઓમાં આવેલ કસરતના સાધનો, હીંચકા-લપસિયાને તાત્કાલિક સેનિટાઈઝ કરવા અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ તથા સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભરએ રાજકોટ મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીને સુચના આપેલ છે.

આમ, હવે શહેરના બગીચાઓ જાહેર જનતા માટે ખોલવામાં આવી રહ્યા હોઇ લોકોમાં આનંદ - ઉલ્લાસ છવાયો છે.

જોકે બગીચાઓમાં લોકોએ સોશ્યલ ડીસ્ટન્શ - માસ્કના નિયમોનું ચુસ્ત પાલન કરવું તેવી અપીલ તંત્રવાહકોએ આ તકે કરી છે.

(3:14 pm IST)