Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

૧૦ દિ' પહેલા ટુવ્હીલર ચોરી કરી ફેરવતો શાહબુદ્દીન ઉર્ફ દદુઅલી શેખ પકડાયો

એએસઆઇ ફિરોઝભાઇ શેખ અને હેડકોન્સ. સલિમભાઇની બાતમી પરથી મેહુલનગરમાં કાર્યવાહીઃ પોકેટકોપ એપથી માલિક મળ્યા

રાજકોટ તા. ૧૦: પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનની મદદથી પોલીસે વધુ એક વાહનચોરીનો ભેદ ઉકેલ્યો છે. ભકિતનગર પોલીસની ટીમે મુળ યુપીના સાઇપુર થાના મલ્લીપુરના શાહબુદ્દીન ઉર્ફ દદુઅલી ઉર્ફ ટકો નનુભાઇ શેખ (ઉ.વ.૨૩)ને મેહુલનગર નિલકંઠ સિનેમા પાસેથી નંબર વગરના એકસેસ સાથે એએસઆઇ ફિરોઝભાઇ શેખ અને હેડકોન્સ. સલિમભાઇ મકરાણીની બાતમી પરથી પકડી લઇ પુછતાછ કરવામાં આવતાં ગલ્લા તલ્લા કર્યા હતાં. પોલીસે એપ્લીકેશનમાં ચેક કરતાં આ વાહનના માલિક મહાત્મા ગાંધી સોસાયટીના સાજીદભાઇ ઉનડપોત્રા હોવાનું ખુલ્યું હતું.

આકરી પુછતાછમાં શાહબુદ્દીને આ વાહન દસ દિવસ પહેલા રાત્રે એકાદ વાગ્યે નિલકંઠ પાર્ક-૧માંથી ચોરી લીધાનું કબુલતાં તેની ધરપકડ કરી ૩૫ હજારનું વાહન કબ્જે કરાયું હતું. ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. આર. રાઠોડની સુચના પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં પીએસઆઇ આર. જે. કામળીયા, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, ભાનુભાઇ મિંયાત્રા, હેડકોન્સ. સલિમભાઇ મકરાણી, રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી, રણજીતસિંહ, ભાવેશભાઇ મકવાણા, વાલજીભાઇ જાડા, દિવ્યરાજસિંહ, મનિષભાઇ, મૈસુરભાઇ, રાજેશભાઇ, હિતુભા સહિતે આ કામગીરી કરી હતી.

(1:12 pm IST)