Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

બર્થડે પાર્ટીના જમણવારમાં પોલીસ ત્રાટકીઃ ભાવેશભાઇ અને બિપીનભાઇની ધરપકડ

ગંગોત્રી પાર્ક રોડ પામ યુનિવર્સલ ફલેટના પાર્કિંગમાં આયોજન કર્યુ'તું : જેનો જન્મદિન હતો એ તથા કેટરર્સવાળા સામે યુનિવર્સિટી પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૧૦: ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર આવેલા પામ યુનિવર્સલના પાર્કિંગમાં  કર્ફયુ સમયમાં બર્થડે પાર્ટી ચાલુ હોવાની માહિતી મળતાં યુનિવર્સિટી પોલીસે ત્યાં પહોંચી કાર્યવાહી કરી જેનો જન્મદિવસ હતો તેની સામે અને કેટરર્સ સંચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

રાત્રીના પોલીસ કર્ફયુનું પાલન કરાવવા પેટ્રોલીંગમાં હતી ત્યારે માહિતી મળી હતી કે પામ યુનિવર્સલ ફલેટના પાર્કિંગમાં બર્થડે પાર્ટી અને જમણવારનું આયોજન કરાયું છે. તપાસ કરતાં કર્ફયુ ભંગ થતો હોઇ સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું ન હોઇ આઇપીસી ૧૮૮, ૧૩૫ મુજબ જેનો જન્મ દિવસ હતો તે પામ યુનિવર્સલ ફલેટ નં. ૧૦૩માં રહેતાં ભાવેશભાઇ પ્રતાપભાઇ કંસારા (ઉ.વ.૪૪) તથા કેટરર્સ સંચાલક બિપીનભાઇ રાજાણી (ઉ.વ.૫૪-રહે. પામ યુનિવર્સલ ફલેટ નં. ૯૦૩) સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એ. બી. જાડેજા, એ. બી. વોરા, સાજીદભાઇ ખેરાણી, મુકેશભાઇ ડાંગર, અનુજભાઇ ડાંગર સહિતે આ કાર્યવાહી કરી હતી.

(1:13 pm IST)