Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

કાંગસીયાળીમાં નવા બની રહેલા બિલ્ડીંગના છઠ્ઠા માળેથી પટકાતાં મજૂર સુનિયાનું મોત

મુળ એમપીનો વતનીઃ લિફટમાં માલ ભરતી વખતે બેલેન્સ ગુમાવ્યું

રાજકોટ તા. ૧૦: શાપરના કાંગસીયાળી પાસે ખોડિયાર હોટેલ નજીક નવા બની રહેલા ૧૪ માળના બિલ્ડીંગની સાઇટ પર કડીયા કામની મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના વીસ વર્ષના યુવાનનું છઠ્ઠા માળેથી અકસ્માતે પડી જતાં મોત નિપજ્યું છે.

મુળ એમપીના પિત્તોલનો વતની સુનિયાભાઇ ભુરજીભાઇ ગુંડીયા (ઉ.વ.૨૦) ગત સાંજે ખોડિયાર હોટેલ નજીક પુષ્ટિ હાઇટ્સ નામની બિલ્ડીંગની સાઇટ પર છઠ્ઠા માળે રેતી કપચી સહિતના માલની હેરફેર માટેની લિફટમાં માલ ભરી રહ્યો હતો ત્યારે બેલેન્સ ગુમાવતાં નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ આ અંગે શાપર પોલીસને જાણ કરી હતી. બનાવથી સાથી મજૂરોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:55 am IST)