Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

વડાળીમાં કૂતરા દોડતાં નીલગાયો ભાગીઃ બચ્ચુ કૂવામાં પડી જતાં ત્રણ યુવાનોએ જીવના જોખમે બચાવ કામગીરી કરી

ત્રંબાના વડાળી ગામે રહેતાં મોહનભાઇ મુછળીયા વાડીએ ગયા ત્યારે નીલગાયના ટોળા પાછળ કૂતરા દોડતાં ભાગતી વખતે નીલગાયનું એક બચ્ચુ કૂવામાં પડી જતાં વાડી માલિકે સરપંચને જાણ કરતાં તેમણે ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. પરંતુ વન રક્ષક પાસે બચાવ સામગ્રી ન હોઇ ગામના ત્રણ તરવરીયા યુવાનો મહાવીરસિંહ હરદેવસિંહ જાડેજા, દેવરાજ મુછળીયા અને હકન મુછળીયાએ જીવના જોખમે કૂવામાં ઉતરી નીલગાયના બચ્ચાને બહાર કાઢી જીવ બચાવી લીધો હતો. તસ્વીરમાં બચાવ કામગીરીના દ્રશ્યો અને ત્રણેય યુવાનો જોઇ શકાય છે. તસ્વીરો ત્રંબાથી જી. એન. જાદવે મોકલી હતી.

(11:54 am IST)